વજન વધારવામાં મદદ કરશે સ્પ્રાઉટ્સ

આજે માટેભાગના લોકોનું જીવન બેઠાળુ થઇ ગયું છે. તેના કારણે મોટાભાગના લોકોના શરીર પર ચરબીના થર જામી ગયા હોય છે અને તેના માટે તેઓ જિમ અને એક્સરસાઇઝના સહારો લઇને વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ કેટલાંક લોકો એવા પણ હોય છે જે ઇચ્છવા છતાં પણ વજન વધારી નથી શકતાં. આવા લોકો વજન વધારવા માટે ટેલિવિઝન પર દર્શાવાતા સપ્લીમેન્ટ્સની ભ્રામક જાહેરાતોથી દોરવાઇને પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે પરંતુ અને તમને એવી ટિપ્સ આપીશું જેના કારણે તમે હેલ્ધી રીતે વજન વધારી પણ શકશો અને તમારા સ્વાસ્થ્યને કોઇ નુકસાન પણ નહી થાય.

Image result for sprouts salad

-કાળા ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોય છે. આ ઉપરાંત તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ ચણા તમારા શરીરનો ગ્રોથ કરવામાં પણ સહાયતા કરે છે. તમારા બોડી બિલ્ડીંગમાં ચણા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

-સોયાના સેવનથી અમારું શરીરમાં રહેલી પ્રોટીનની ઉણપ પૂરી થઇ જશે.

-દૂધમાં ભરપૂર માત્રામાં મહત્વના તમામ પોષક તત્વ હોય છે જે , શારીરિક નબળાઈને દૂર કરવાનું કામ કરે છે.

-જો તમે તમારું વજન વધારવા ઈચ્છો છો તો આ સામગ્રીઓનું યોગ્ય માત્રામાં સેવન કરો.

-વજન વધારવા માટે તમે ચણાને પલાળીને અને અંકુરિત કરીને ખાઈ શકો છો.

 -સાથેજ સાયાબિનને પણ તમે રાત્રે પલાળીને સવારે કાચા અથવા ઓછા તેલમાં વધારીને ખાઇ શકો છો.

-ચણા અને સોયાબીનને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી દો. ત્યારબાદ તેને અંકુરિત કરવા માટે મૂકી રાખો.

-સોયા અને ચણાને પલાળીને ખાવાથી તે પચવામાં સરળ રહે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter