PAN Card એપ્લિકેશન સ્ટેટસને Online કઇ રીતે ચૅક કરી શકાય? અહીં જાણો

જો તમે નવા Pan Card અથવા તો તમારી પાલે રહેલા પાન કાર્ડને ફરીથી પ્રિન્ટ કરાવવા માટે ઑનલાઇન અપ્લા. કર્યુ હોય તો તમે તેનું એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવુ તેની મુંઝવણમાં મુકાયા હશો. તમે પાન કાર્ડની એપ્લિકેશનનું સ્ટેટસ ઑનલાઇન ચૅક કરી શકો છો. તમે NSDL અને UTITSL બમને પાન કાર્ડ જારી કરવા માટે ઑથોરાઇઝ્ડ છે. અહી તમે તમારા પાન કાર્ડ એપ્લિકેશન સ્ટેટસને ઓનલાઇન ચેક કરી શકો છો.

 

PAN Card એપ્લિકેશન સ્ટેટસને NSDLની વેબસાઇટ પર આ રીતે ચેક કરો

-NSDLના પાન એપ્લિકેશન સ્ટેટસ ટ્રેકિંગ પેજ પર જાઓ.

-એપ્લિકેશન ટાઇપ સિલેક્ટ કરો. સ્ટેટસ ટેક કરવા માટે PAN-New/Change Request પસંદ કરો.

-હવે એક્નોલેજમેન્ટ નંબર નાંખો. ઉલ્લેખનીય છે કે આ નંબર તમને અપ્લાય કરતી વખતે મળ્યો હશે.

-સાઇટ પર દેખાતો કેપ્ચા કોડ નાંખો.

-હવે સબમિટ પર ક્લિક કરો.

UTITSLની સાઇટ પર પાન કાર્ડ એપ્લિકેશન સ્ટેટસને આ રીતે ચેક કરો

-UTITSL પાન કાર્ડ એપ્લિકેશનના સ્ટેટસ પેજ પર જાઓ.

-એપ્લિકેશન કૂપન નંબર નાંખો, જે એપ્લિકેશન પૂરી કર્યા બાદ UTITSLએ તમને મેઇલ મોકલ્યો હશે.

-આ ઉપરાંત તમે તમારો પાન નંબર પણ નાંખી શકો છો.

-કેપ્ચા કોડ નાંખો.

-સબમિટ પર ક્લિક કરો.

હવે તમને જાણકારી મળી જશે કે તમારુ પાન કાર્ડ જારી અથવા પ્રિન્ટ થઇ ગયુ છે કે નહી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter