દિલ્હી ડેયરડેવિલ્સે જેમ્સ હોપ્સને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા

IPL ટી-20 ક્રિકેટ મેચ માટે ખેલાડીઓની હરાજી કરાઈ રહીં છે. તો આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા દિલ્હી ડેયરડેવિલ્સે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સને પોતાના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.

દિલ્હી ડેયરડેવિલ્સના સીઈઓ હેમંત દુઆએ કહ્યું કે, હોપ્સની બોલિંગ કોચ તરીકે પસંદગી કરી છે. આ સિવાય અસમ અને રેલવેના પૂર્વ ક્રિકેટર શુભાદીપ ઘોષ ફિલ્ડિંગની ભૂમિકા નિભાવશે. આ બંને હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોઈન્ટિંગની આગેવાનીવાળા સ્ટાફ હેઠળ કામ કરશે.

પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવીણ આમરે અને શ્રીધરન શ્રીરામ અગાઉની જેમ સહાયક કોચની ભૂમિકા નિભાવશે. સુનીલ વાલસન ટીમ મેનેજરની જ્યારે પાલ ક્લોસ ફીજીયોથેરાપિસ્ટ બનશે. રજનીકાંત શિવાગનાનમ ફિટનેસ કોચ તરીકે પોતાની ભૂમિકા નિભાવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter