OMG ! આટલી ઓછી કિંમતે મળશે Honor 6X  અને Honor 8 Pro, જાણો શું છે ઓફર

વર્ષ પુરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં દરેક કંપનીઓ પોતાના હેન્ડસેટનુ વેચાણ વધારવા માટે નવી નવી ઓફરો લઇને આવી રહી છે. આ સાથે જ ચીની કંપની હોનર એક નવી ઓફર લઇને આવી છે.

કંપની Honor 6X  અને Honor 8 Pro સ્માર્ટફોન્સ એકદમઓછી કિંમતે લઇને આવી છે. જોકે આ ફોન સિમિત સમય સુધી આ સસ્તી કિંમત માટે મળશે. આ ફોન ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ છે. કંપની તરફથી આ ફોન પર 4000રૂ.ની છૂટ આપવામાં આવી છે.

હોનર 6 એક્સના 32 જીબી વેરિએન્ટને રૂ.9,999માં વેચવામાં આવે છે. આ ફોનની કિંમત 11,999રૂં છે. એટલેકે આ ફોન પર રૂ.2000ની છૂટ આપવામાં આવે છે. 64જીબી વેરિએન્ટ પર પણ આટલી જ છૂટ આપવામાં આવી રહી છે. 13,999રૂ.નો આ ફોન તમને 11,999રૂ.માં આપવામાં આવી રહ્યો છે.

હોનર 8 પ્રોમાંહોનર 6 એકેસની સરખામણીમાં વધારે છૂટ આપવામાં આવી છે. 29,999રી.ની કિંમતનો આ ફોન તમે 25,999રૂમાં ખરીદી શકો છો.  આ ઓફર 12 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી વેલીડ છે.
હોનર 6 એકેસ ફોનમાં તમને 5.5 ઇંચ ફુલ એચડી સ્ક્રીન, 1.7 ગીગીહર્ટ્ઝ ઓક્ટા-કોર કિરિન 655 પ્રોસેસર, એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો આધારિત ઇએમયૂઆઇ 4.1 મળશે.


તેમાં ડ્અલ કેમેરા સેટઅપ છે. રેટ કેમેરામાં એક સેન્સર 12 મેગાપિક્સલ અને બીજુ 2 મેગાપિક્સલનું મળશે. તેમાં 8 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા મળશે. તેમાં 3340 એમએએચની બેટરી છે.

હોનર 6 પ્રોમાં 5.7 ફુલ એચડી સ્ક્રીન,કિરિન 960 પ્રોસેસર,4000એમએએચ બેટરી,12 મેગાપિક્સલના બે રેર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ મળશે. આ ફોન  એન્ડ્રોઇડ 7.0 નૂગા પર ચાલે છે જેના ઉપર ઇમોશન યૂઆઇ 5.1 આપવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter