નવી ડિઝાઇન સાથે લૉન્ચ થઇ Honda Amaze, આ કારને આપશે ટક્કર

જાપાનની વાહન નિર્માતા કંપની હોન્ડાએ ભારતમાં પોતાની નવી જનરેશનની અમેઝ કાર લૉન્ચ કરી દીધા છે. કંપનીએ આ કારને અનેક ફેરફાર સાથે લૉન્ચ કરી છે. કારના ફ્રંટમાં નવી ગ્રિલ સાથે નવા શાર્પ હેડલેમ્પ આપવામાં આવ્યા છે. હોન્ડાએ તેના એયરોડાયનામિક્સમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. જેનાથી સ્પીડમાં પણ આ કાર રસ્તા પર પકડ રાખશે.

આ કારનને ખૂબ જ એડવાન્સ ફિચર્સ સાથે સજ્જ કરવામાં આવી છે. તેમાં 7 ઇંચ ડિજિપેડ ટચસ્ક્રીન ઇંફોટનમેંટ સિસ્ટમ લગાવવામાં આવ્યુ છે જે એન્ડ્રોઇડ ઑટો અને એપ્પલ કાર પ્લેને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ સિસ્ટમ નેવિગેશનની મદદથી રસ્તો પણ દર્શાવશે. ભારતમાં આ કારની ટક્ર ફૉક્સવેગન અમિઓ, ફૉર્ડ એસ્પાયર, હ્યુન્ડાઇ એક્સેંટ, ટાટા ટિગોર અને વિશેષરૂપે મારુતિ સુઝુકી ડિઝાયર સાથે છે.

નવી અમેઝના પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.39 લાખ રૂપિયાથી શરૂ થઇને 7.99 લાખ રૂપિયા સુધી છે. જ્યારે કારના ડીઝલ મોડલની દિલ્હી એક્સશૉરૂમની કિંમત 6.69 લાખ રૂપિયાથી શરૂ થઇને 8.67 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે.

તેમાં ડ્યૂલ એરબેગ્સ અને એબીએસ સિસ્ટમ આપવામાં આવી છે જે કારને સ્પીડમાં સરળતાથી રોકવામાં મદદ કરશે. તેમાં રિવર્સ પાર્કિંગ સેન્સર્સ અને કેમેરા પણ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં ક્રૂઝ કંટ્રોલ અને પેડલ શિફ્ટર્સ જેવા અનેક આધુનિક ફિચર્સ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter