રાજકોટના યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, એટ્રોસીટી એક્ટ હેઠળ પીડિત પરિવારને ન્યાય મળશે

રાજકોટમાં શાપર ખાતે આવેલ રાદડિયા ઇન્ડસ્ટ્રીમાં યુવકને માર મારી હત્યા કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલાની સરકારે ગંભીર નોંધ લઈને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે એટ્રોસીટી એક્ટ હેઠળ પીડિત પરિવારને ન્યાય અપાશે. સરકાર દ્વારા 8 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં એક સગીર છે. મૃતકના પરિવારજનોને ન્યાન ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

જોકે કલેકટરે સમજાવતા સમાજના આગેવાનો તેમજ પરિવારની માંગ સંતોષાતા મૃતદેહ સ્વીકારાયો. અલગ અલગ 5 જેટલી માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપતા વહેલી સવારે મૃતદેહ સ્વીકારાયો. 5 એકર જમીન આપવી, રહેવા મકાન, મૃતકના બાળકોને મફત શિક્ષણ, માસિક મેડિકલ ખર્ચ, અને આરોપીની શાપર ખાતે જાહેરમાં સજા કરવાની માગ કરી હતી

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter