નાનકડી બાલ્કનીની આ રીતે કરેલી સજાવટ ઘરને લગાવશે ચાર ચાંદ

શિયાળામાં તડકામાં બેસવા અને ગરમીમાં ઠંડા પવનનો આનંદ લેવા માટે મોટાભાગે લોકો પોતાના ઘરની બાલ્કનીમાં બેસવાનું જ પસંદ કરતાં હોય છે. સુંગર રીતે સજાવવામાં આવેલી બાલ્કની ઘરની સુંદરતો વધારી દેશે. જો બાલ્કની મોટી હોય તો તમે તેને તમારી પસંદ અનુસાર સજાવી શકો છો પરંતુ જો બાલકની નાની હોય તો તેને સજાવવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમારા ઘરની બાલકની પણ નાની હોય તો અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે તમારા માટે મદદરૂપ સાબિત થશે.

-આરામથી બેસવાનું સ્થાન

Image result for small balcony with mat

નાનકડી બાલકનીમાં બેસવા માટે તમે આ રીતે સુંદર રીતે બેસવાની વ્યવસ્થા કરી શકો છો. બાલકનીની બંને બાજુ ફૂલના છોડ અને વચ્ચેની જગ્યામાં બેસવા માટે મેટ પાથરો. આ રીતે સજાવેલી બાલકની ખૂબ જ સુંદર લાગશે.

-આર્ટિફિશિયલ ઘાસ

Image result for small balcony with mat

તમારી નાનકડી બાલકનીમાં આર્ટિફિશિયલ ઘાસ લગાવીને તમે તેને ગાર્ડન જેવો લુક આપી શકો છો.

-પોટ્સમાં ફૂલ લગાવો

space saving ideas for small balcony designs

ઓછી જગ્યા હોવાના કારણે પોટ્સમાં ફૂલના છોડ લગાવો. તેનાથી ફૂલોને રાખવાની જગ્યાનો પણ ઓછો ઉપયોગ થશે અને સાથે જ હરિયાળી પણ લાગશે.

-રેલિંગ પર ફૂલ લગાવો

Could be made to fit a more elegant decor by spray-painting them copper, gold, black or white.

જો તમે કુંડા મૂકીને બાલ્કનીમાં જગ્યા રોકવા માંગતા ન હોય તો તમે રેલિંગ પર પણ કુંડા લગાવી શકો છો. તેનાથી તમારી બાલકની સુંદર તો દેખાશે જ સાથે બાલકનીમાં બેસવા માટે મોકળાશ મળશે.

-બેન્ચ પર કુશન મુકો

Image result for small balcony with mat

બાલકનીમાં આરામથી બેસવા માટે બેન્ચ પર કુશન પણ મુકી શકો છો. તેનાથી બાલકનીને અલગ લુક પણ મળશે અને તમે ત્યાં આરામથી બેસી શકો છો સાથે જ તમે રિલેક્સ પણ થઇ શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter