જાણીતી એક્ટ્રેસે કહ્યું, પ્રોડ્યુસરે કપડાં ઉતારી લાઈનમાં ઊભાં રાખી દીધાં અને પછી…

હોલિવુડની ફેમસ એક્ટ્રેસ જેનિફિર લોરેન્સે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. તેણે જણાવ્યુ કે, કઇ રીતે એક ફિલ્મ પ્રોડ્યુસરે તેને વગર કપડાએ બીજી એક્ટ્રેસીસની સાથે ઉભી કરી દીધી અને તેનું અપમાન કર્યુ હતુ. જેનિફર લોરેન્સ એલે વૂમન પ્રોગ્રામમાં આ અંગે વાત કરી હતી.

જેનિફર લોરેન્સે હોલિવુડમાં પોતાના શરૂઆતી દિવસોને યાદ કર્યા અને કહ્યુ કે, તે એક ફિલ્મમાં કામ કરી રહી હતી, ત્યારે ફિલ્મના પ્રો઼ડ્યુસરે તેણે કહ્યુ કે, 2 સપ્તાહમાં પોતાનું 15 પાઉન્ડ વજન ઘટાડવું પડશે. જેનિફર લોરેન્સ કહ્યુ કે, ”વજન ન ઘટાડી શકી તે કારણે મને આ પ્રોજેક્ટમાંથી નીકાળી દેવામાં આવી હતી.” જેનિફર લોરેન્સે ”આ સફરને યાદ કરતા કહ્યુ કે, તે સમયે એક મહિલા પ્રોડ્યુસરે મને પાંચ અન્ય મહિલાઓની સાથે વગર કપડાએ ઉભી રાખી, જે મારીથી પણ પાતળી હતી. અમે લોકો એક પછી એક ઉભા હતા, આ દરમિયાન અમારા પ્રાઇવેટ પાર્ટ્સ ઢાંકેલા હતા.”

જેનિફર લોરેન્સે એલે વૂમન સેરેમનીમાં સમ્માનિત કરવામાં આવી હતી. પ્રોડ્યુસરે મને કહ્યુ કે, પોતાની ન્યૂડ ફોટોને જોઇને પ્રેરણા લેવી જોઇએ અને પોતાનું વજન ઓછું કરવાની પ્રયત્ન કરવો જોઇએ. આ ઇવેન્ટ દરમિયાન તેણે કહ્યુ કે, ખૂબ શરમજનક અને દુઃખદ અનુભવ હતો. જેનિફર લોરેન્સ જ્યારે બીજા પ્રોડ્યુસરની પાસે ગઇ ત્યારે તેણે એજ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, ત્યાં પણ તેનું અપમાન કરવામાં આવ્યુ. લોરેન્સે જણાવ્યુ કે, ”આ પ્રોડ્યુસરે કહ્યુ કે ખબર નહી કેમ લોકો તને જાડી કહે છે, મારા વિચારથી તારી બૉડી ફિટ છે. ત્યારબાદ તે જ પ્રોડ્યુસરે મારા શરીરને લઇને શરમજનક ટિપ્પણી કરી.”

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter