વર્લ્ડ હોકી લીગ સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, 7-1 થી મેચ જીતી

ભારતીય હોકી ટીમે રવિવારે શાનદાર રમત બતાવતા વર્લ્ડ હોકી લીગ સેમીફાઇનલ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને 7-1થી મોટા અંતરથી હરાવ્યું હતું.

ભારતે આ મેચમાં પ્રથમ ક્વાર્ટરથી જ સરસાઇ બનાવી હતી. 13મી મિનિટમાં હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલ્યો હતો. ત્યાર બાદ 21મી મિનિટમાં તલવિન્દરે બીજો ગોલ કરતા પાકિસ્તાન પર 2-0ની સરસાઇ મેળવી હતી. આ પહેલા પાકિસ્તાનની ટીમ ખુદને સંભાળે તે પહેલા તલવિન્દરે પલટવાર કરતા 24મી મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો. દરમિયાન હાફ ટાઇમ બાદ ભારતે 3-0ની સરસાઇથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.

ચોથા ક્વાર્ટરમાં પણ ભારતે પાકિસ્તાન પર હાવી રહ્યું હતું. 33મી મિનિટમાં હરમનપ્રીતે ગોલ કરી ટીમને 4-0ની સરસાઇ અપાવી હતી. આકાશદીપે પાંચમો ગોલ કરતા પાકિસ્તાનની હાર જણાતી હતી. જો કે, 49મી મિનિટમાં પરદીપ મોરે વધુ એક છઠ્ઠો ગોલ કરતા ભારતની જીત પાક્કી કરી દીધી હતી. પાકિસ્તાને 57મી મિનિટમાં એકમાત્ર ગોલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી ઘણો મોડું થઇ ચૂક્યું હતું, બાદમાં આકાશદિપે સાતમો ગોલ કરતા ભારતને જીત અપાવી હતી.

ભારત તરફથી તલવિન્દર, હરમનપ્રીત અને આકાશ દીપે 2-2 ગોલ કર્યા હતા. જ્યારે પરદીમ મોરએ એક ગોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતે ગુરુવારે સ્કોટલેન્ડને 4-1થી હરાવી શાનદાર શરૂઆત કરી હતી ત્યાર બાદ શનિવારે બીજી મેચમાં કેનેડાને 3-0થી હરાવ્યું હતું.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter