એશિયા કપ હૉકી: ભારતે બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું

ભારતે ઢાકામાં રમાઇ રહેલી 10મી એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં શુક્રવારે સતત બીજી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે યજમાન બાંગ્લાદેશને 7-0થી હાર આપી છે. આ પહેલા બુધવારે ભારતે પોતાની પ્રથમ મેચમાં જાપાનને 5-1થી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ-એ માં 6 અંકની સાથે પ્રથમ સ્થાન પર છે. હવે 15 ઓક્ટોબરે ભારત પોતાની છેલ્લી ગ્રુપ મેચ પાકિસ્તાન સામે રમશે.

બાંગ્લાદેશ સામે રમાયેલી ગ્રુપ મેચમાં ભારતને સાતમી મિનિટમાં ગુરજંત સિંહે ફિલ્ડ ગોલ કરી સરસાઇ અપાવી હતી. 11મી મિનિટમાં શાનદાર સ્ટિક વર્ક થકી આકાશદિપ સિંહે ભારતને 2-0થી આગળ કર્યું હતું. જ્યારે 13મી મિનિટમાં લલિત ઉપાધ્યાયે જોરદાર ફિલ્ડ કરીને ભારતને 3-0ની સરસાઇ અપાવી હતી.

જો કે, બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો હતો. 20 મી મિનિટમાં અમિત રોહિદાસના ગોલની મદદથી ભારત 4-0થી આગળ નિકળી ગયું હતું. પરંતુ, આ કવાર્ટરમાં એવો પણ સમય આવ્યો જ્યારે એક મિનિટમાં ભારતને મળેલા ચારે પેનલ્ટી કોર્નર બેકાર ગયા હતા. પરંતુ 28મી મિનિટમાં પેનલ્ટી સ્ટોકના સહારે હરમનપ્રિત સિંહે ટીમને 5-0ની સરસાઇ અપાવી હતી. હાફ ટાઇમ સુધી આ સ્કોર રહ્યાં બાદ ત્રીજા ક્વાર્ટરમાં બાંગ્લાદેશ એક પણ ગોલ કરી શક્યું ન હતું.

આમ, ભારત તરફથી હરમનપ્રિત સિંહે 2, ગુરુજંત સિંહ, આકાશદિપ સિંહ, લલિત ઉપાધ્યાય, અમિત રોહિદાસ અને રમણદીપ સિંહે 1-1 ગોલ કર્યા હતા. પહેલા કર્વાટરમાં ભારતે શાનદાર ત્રણ ગોલ કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter