એશિયા હૉકી કપમાં ભારતે જાપાનને 5-1થી હરાવ્યું

ભારતે 10મા એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં પોતાની શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર રહેલી ભારતીય ટીમે 17 નંબરની જાપાનની ટીમને 5-1થી હાર આપી હતી. હવે ભારતનો બીજો મુકાબલો 13 ઓક્ટોબરે યજમાન બાંગ્લાદેશ સામે થશે.

ઢાકામાં રમાઇ રહેલી એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં ભારત તરફથી હરમનપ્રિત સિહે 2, એસવી સુનિલ, લલિત ઉપાધ્યાય અને રમનદીપ સિંહે 1-1 ગોલ ફટકાર્યા હતા. જ્યારે જાપાન તરફથી એકમાત્ર ગોલ કેનજી કિતાજાતોએ કર્યો હતો. રમતની શરૂઆતમાં ભારતીય ટીમે રમતની ત્રીજી મિનિટમાં જ સરસાઇ હાંસલ કરી લીધી હતી. એસવી સુનિલે ગોલ કરીને ખાતુ ખોલાવ્યું હતું. પરંતુ જાપાનના કિતાજાતાઓએ પણ પલટવાર કરતા ચોથી જ મિનિટમાં ગોલ કરીને જાપાનને બરાબરી અપાવી હતી. ત્યાર બાદ 22મી મિનિટમં લલિત ઉપાધ્યાયે ભારતને 2-1ની સરસાઇ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ જોરદાર રમત અપનાવી હતી. આ દરમિયાન ભારતને એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. હાફ ટાઇમ સુધી ભારતની સરસાઇ યથાવત કરી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતને જોરદાર રમત અપનાવી હતી અને 32મી મિનિટમાં રમન દીપે સરસાઇ 3-1ની કરી હતી. 35મી મિનિટમાં હરમનપ્રિત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં તબદીલ કરી સ્કોર 4-1નો કરી દીધો હતો. છેલ્લા ક્વાર્ટરણાં હરમનપ્રિત સિંહે 48મી મિનિટમાં મળેલા એક પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલી ભારતને 5-1થી આગળ કરી દીધું હતું, જે નિર્ણયાક રહ્યું હતું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter