આ કારણે આ અંદાજમાં વિકેટની ખુશી મનાવતો હતો શોએબ અખ્તર

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ક્રિકેટના મેદાન પર પોતે લીધેલી વિકેટ બાદ ખાસ અંદાજમાં કરેલી ઉજવણીને લઇને એક મોટો ખુલાસો કર્યો છે.

રાવલપિંડી એકસપ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તર ક્રિકેટના મેદાન પર પ્રતિ સ્પર્ધી બેટસમેનની વિકેટ લીધા બાદ બંને હાથોને સાઇડમાં ફેલાવી દોડતો દોડતો ચાલ્યો જતો હતો. જો કે, આ પ્રકારની ઉજવણીને લઇને ખુદ શોએબ અખ્તરે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, જેટ પ્લેન પ્રત્યે પ્રેમ અને ફાઇટર પાયલોટ બનવાના સપનાના કારણે તે વિકેટ લીધા બાદ આ પ્રકારની ઉજવણી કરતો હતો.

2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરનાર 41 વર્ષિય શોએબ અખ્તરે ટ્વિટર પર લખ્યું કે, F-16 અન્યથી સૌથી સારું છે. હું ફાઇટર પાયલોટ બનવા માંગતો હતો અને જેટ્સ સાથેના પ્રેમના કારણે હું વિકેટની ખુશી આ પ્રકારે મનાવતો હતો. શોએબ અખ્તરે કહ્યું કે, જ્યારે મિરાજ અને એફ-16 મારા ઘર પરથી ઉડાન ભરતું હતું ત્યારે તેનો અવાજ મને દીવાનો બનાવી દેતો હતો.

ઉલ્લેખનીય છે કે, અખ્તરે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં પાકિસ્તાન તરફથી કુલ 444 વિકેટ લીધી છે. તેણે 2003ના વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ફેંકેલો 161.3 કિમી પ્રતિ કલાકની રફતારવાળો બોલ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મેચમાં નાંખેલો સૌથી ઝડપી બોલ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter