મોહાલી વન-ડેમાં રોહિત શર્માએ બેવડી સદી ફટકારી

ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની વન-ડે સીરીઝની બીજી મેચ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહીં છે. ટોસ ગુમાવી પ્રથમ બેટિંગ કરનારી ભારતીય ટીમે ઓવરમાં 3 વિકેટ ગુમાવી 375 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ બેવડી સદી ફટકારતાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

રોહિત શર્મા અને શિખર ધવનને કારણે ભારતીય ટીમની શાનદાર શરૂઆત રહીં હતી. બીજી વન-ડે મેચમાં શ્રીલંકાના કેપ્ટન થિસારા પરેરાએ ટોસ જીત્યો અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા. શિખર ધવન 68 રન પર આઉટ થયા છે. રોહિત શર્માએ 200 રન ફટકારી બેવડી સદી ફટકારતાં ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહમાં આવી ગયા છે.

ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત પ્રથમ બેટ્સમેન

રોહિત શર્માએ કારકિર્દિની ત્રીજી બેવડી સદી ફટકારી વિશ્વ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં રોહિત શર્માના નામે સર્વોચ્ચ વ્યક્તિગત રમત રમવાનો રેકોર્ડ નોંધાયો છે અને મોહાલી વન-ડેમાં બેવડી સદી ફટકારવાની સાથે જ ત્રણ બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. હિટમેનથી જાણીતા રોહિતે મોહાલી વન-ડેમાં આક્રમક અંદાજમાં 153 બોલમાં 12 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રોહિતે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રેકોર્ડબ્રેક 264 રનની ઈનિંગ રમી હતી. 2 નવેમ્બર 2013ના રોજ બેંગ્લુરૂમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતે 209 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter