હિંમતનગરના ગઢોડા ગામે હાર્દિક પટેલી સભા યોજાઈ

હિંમતનગરના ગઢોડા ગામે પાસ કન્વીનર હાર્દિક પટેલી સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકે કહ્યું કે કોઈપણ સંગોજોમાં 25મી ઓગસ્ટે પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે આમરણાંત ઉપવાસ કરશે. 25 ઓગસ્ટે 50 હજારથી વધુ લોકો ઉપવાસ સ્થળે ઉપસ્થિત રહેશે તેવો તેણે દાવો કર્યો. હાર્દિકે ભાજપ પર નિશાન સાધીને કહ્યું કે ભાજપ જે રીતે જાતિવાદનું રાજકારણ કરી રહી છે અને સમાજ સમાજ વચ્ચે જાતવાદ ઉભુ કરી રહી છે. અમદાવાદમાં ઉપવાસ સ્થળો પર કોર્પોરેશને પાર્કિંગ પ્લોટ જાહેર કરી દેવા મામલે પણ હાર્દિકે કટક્ષ કર્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter