વીઝાના નિયમોને લઈને લંડનના રસ્તાઓ પર ઉતર્યા ભારતીય પ્રૉફેશનલ્સ

લંડનમાં કામ કરતા ભારતીય વ્યવસાયીઓએ યુકેની સરકાર સાથે પોતની લડત માટે વધુ એક પગલું લીધું છે. તેમણે યૂકેની શત્રુતાપૂર્ણ ઇમિગ્રેશન નિતિઓના કારણે આ પગલું લીધું છે. અન્ય દેશોના પ્રવાસીઓ સાથે મળીને ભારતીયો બ્રિટિશ સાંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. અતિ કુશળ પ્રવાસી સમૂહ, જે યૂરોપિયન યૂનિયનના એક હજાર ડોક્ટર્સ, એન્જિનિયર, આઇટી પ્રોફેશનલ્સ અને પ્રોફેસરોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે દક્ષિણ એશિયા અને આફ્રિકાના પ્રવાસીઓને વિરોધ પ્રદર્શનમા લાવવાનું કામ કર્યું છે.

Image result for highly-skilled-indian-professionals-are-protesting-outside-the-uk-parliament

આ પ્રોફેશન્લ્સમાં સામેલ પરિવાર મોટાભાગે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નાઇજિરિયાના છે. યૂકેમાં ટાયર-1 (જનરલ) વીઝા દ્વારા યૂકેમાં વર્ષો પહેલા એન્ટ્રી લેનારા પ્રોફેશનલ્સને અનિશ્વિત સમય માટે જવા અથવા યૂકેમાં પાંચ વર્ષો સુધી કાયદેસર રીતે રહ્યાં બાદ પોતાની વાસ સ્થિતી માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું છે.

જ્યાં એકબાજુ વર્ષ 2010માં ઘણાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી વીઝા શ્રેણી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, તેવામાં જો પૂર્વ અરજદાર તમામ જરૂરિયાતો પૂરી કરે તો તો એપ્રિલ સુધી બ્રિટનમાં રહેવા માટે અરજી કરવાને પાત્ર ગણાશે.  આ મામલે કુશલ ગ્રુપે એક અરજી કરી છે. જેમાં તેમનું કહેવું છે કે તેઓ કુશલ કાર્યક્રન હેઠળ મોટી કંપનીઓ અને ઉંચા પદ પર કામ કરતાં પ્રવાસીઓએ અમાનવીય પરિસ્થિતિઓ માંથી પસાર થવું પડે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter