બાબરી મસ્જિદ વિવાદ, મુસ્લિમોએ જમીન હિંદુઓને આપી દેવી જોઇએ : ક્લબે સાદિક

મુંબઈ ખાતે યોજાયેલી વર્લ્ડ પીસ એન્ડ હાર્મની કોન્કલેવમાં શિયા ધર્મગુરુ કલ્બે સાદિકે રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં એક મોટું નિવેદન કર્યું છે. કલ્બે સાદિકે કહ્યું છે કે જો બાબરી મસ્જિદ પર ચુકાદો મુસ્લિમોના પક્ષમાં આવે નહીં તો તેને શાંતિપૂર્ણ રીતે સ્વીકારવો જોઈએ.

ન્યૂઝ એજન્સી એએનઆઇ મુજબ મુંબઇમા વર્લ્ડ પીસ એન્ડ હારમની કોન્કલેવમા કલ્બે સાદિકે બાબરી મસ્જિદ વિવાદ મુદ્દે શાંતિની વકાલત કરી. તેમણે કહ્યું કે અમને દેશની સર્વોચ્ચ અદાલત પર પૂર્ણ ભરોસો છે. જો નિર્ણય મુસ્લિમોના પક્ષમાં આવે છે તો તેમણે આ વિવાદીત જમીન પર પોતાનો હક્ક છોડી દેવો જોઇએ. નિર્ણય જે પણ આવે, બન્ને પક્ષે તેનું સમ્માન કરવું જોઇએ.

તેમણે એમ પણ કહ્યું છે કે જો નિર્ણય મુસ્લિમોની તરફેણમાં આવે તોપણ મુસ્લિમોએ રાજીખુશીથી હિંદુઓને આ જમીન આપી દેવી જોઈએ. કલ્બે સાદિકે કહ્યું કે જે પોતાની સૌથી સારી વસ્તું બીજાને આપે છે તેને બદલામાં હજારો વસ્તુઓ મળે છે.

કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું છે કે મૌલાના કલ્બે સાદિક સાહેબે દિલ જીતી લીધું. ભગવાન રામ ન હિંદુઓના છે અને ન તો તેઓ મુસ્લિમોના છે. ભગવાન રામ તો ભારતના પ્રાણ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter