‘ગોલમાલ અગેન’ ના પહેલા પોસ્ટરમાં જોવા મળી લીંબુની માળા!

બોલીવૂડ અભિનેતા અજય દેવગણ ફરી એક વખત રૂપેરી પડદે દર્શકોને હસાવવા માટે ગોલમાલ કરવા જઇ રહ્યો છે. ‘ગોલમાલ અગેન’ નું પ્રથમ પોસ્ટર જારી થયું છે. આ પોસ્ટરમાં પ્રથમ વખત કલાકારોના ચહેરા જોવા મળ્યા છે.

અજય દેવગણ, કૃણાલ ખેમૂ, તૂષાર કપૂર, શ્રેયસ તલપડે અને અરશદ વારસીને આ પોસ્ટરોમાં જોઇ શકાય છે. જો કે, જે રીતે આ કલાકારોએ લીંબુની માળી પહેરી છે, લાગે છે કે, કોઇ યુક્તિનો મામલો છે. આ વખત ગોલમાલ કરનાર ટીમામાં તબ્બુ અને પરિણિત ચોપડા પણ નવા ચહેરા છે. આવું પ્રથમ વખત બનશે જ્યારે તબ્બૂ ફુલ કોમેડી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ‘ગોલમાલ’ નો ચોથો ભાગ હશે. જે જલદી દર્શકોને હસાવવા રૂપેરી પડદા પર આવશે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું ટ્રેલર 22 સપ્ટેમ્બરે રિલીઝ થનાર છે ત્યારે ફરી એક વખત સોશ્યલ મીડિયા પર આ ફિલ્મને લઇને ચર્ચાનો દોર શરૂ થયો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter