હેમા માલિની નહીં, પરંતુ હવે આ એકટ્રેસ બની છે બોલિવૂડની ડ્રીમ ગર્લ

હેમા માલિની બોલિવૂડમાં ડ્રીમ ગર્લ તરીકે ઓળખાય છે. પરંતુ હવે લાગે છે કે આ બિરૂદ તેની પાસેથી છીનવાઈ જવાનું છે અને આ વાત બીજું કોઈ નહીં પરંતુ હેમા માલિની પોતે જ કહી રહીછે.

હેમા માલિનીની બાયોગ્રાફી બિયોન્ડ ધ ડ્રીમ ગર્લના અનાવરણ પ્રસંગે દીપિકા પાદુકોણ વિશે મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. અને દીપિકાએ થોડી વાર હેમા માલિની સાથે  પ્રશ્નોતરી પણ કરી હતી.  તે સમયે હેમા માલિનીએ જણાવ્યું હતું કે દીપિકા આજના સમયની ડ્રીમ ગર્લ છે.  જોકે હેમાએ હસતા હસતા  એમ પણ ઉમેર્યુ હતું કે તેની પાસેથી ડ્રીમ ગર્લનો ખિતાબ ન છીનવાવો જોઈએ.

હેમા માલિનીએ જણાવ્યું હતુ કે આજના સમયની ડ્રીમ ગર્લ મારી સામે બેઠી  છે પરંતુ  મારા નામ જોડેથી તમે  ડ્રીમ ગર્લને હટાવી ન શકો. ઉલ્લેખનીય છે કે ફરાહ ખાને જ્યારે દીપિકા પાદુકોણને ઓમ શાંતિ ઓમ માટે પસંદ કરી ત્યારે તેણે કહ્યું હતું કે દીપિકા અને હેમા માલિનીમાં ઘણી સામ્યતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter