હવાઈ ટાપુ પર કિલાઉ જ્વાળામુખીનો કહેર : વહીવટીતંત્રએ જાહેર કર્યુ એલર્ટ

અમેરિકાના હવાઇ ટાપુ પર સક્રિય થયેલો કિલાઉ જ્વાળામુખી ફરી એક વખત ફાટ્યો છે. જ્વાલામુખીમાંથી સતત લાવા બહાર નીકળી રહ્યો છે. તેમજ જ્વાળામુખીને કારણે હવામાં ધૂમાડાના જાડા થર હજારો ફૂટ દૂર સુધી ફેલાઇ રહ્યા છે. જ્વાળામુખીમાં હજુ પણ પ્રચંડ વિસ્ફોટની શક્યતાને જોતા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સ્થાનિકોને ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરાઇ છે.

અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીમાંથી સતત લાવા બહાર નીકળી રહ્યો છે. જેના કારણે ધૂમાડાના જાડા થર હવામાં હજારો ફૂટ સુધી ફેલાઇ રહ્યા છે. જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટને પગલે ઓથોરિટીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટો થવાની શક્યતા હોય ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઓથોરિટીએ ચેતવણી આપી છે કે જ્વાળામુખીની રાખના કારણે હવામાં ઝેરી તત્વો ભળી રહ્યા છે.

બીજી તરફ સાઉથ-વેસ્ટ સ્ટેટમાં જ્વાળામુખીમાંથી સતત રાખના બ્લાસ્ટ થઇ રહ્યા છે. જેના કારણે હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. જ્વાળામુખીની તીવ્રતામાં વધારો થવાથી જ્વાળામુખીમાંથી લાવા અને રાખના પ્રચંડ બ્લાસ્ટ થશે. જ્વાળામુખીની આસપાસ રાખના વાદળો બની રહ્યા છે. જે દરિયાના લેવલથી 12 હજાર ફૂટ ઉપર છે.

જ્વાળામુખીમાં થયેલા વિસ્ફોટને કારણે જમીન અને હવા એમ બંને સ્થળે માનવજીવનને જોખમ રહેલું છે. આ પહેલા હાલેમોકાઉ વિસ્તાર તરફ રાખના બ્લાસ્ટ થઇ રહ્યા હતા. જે જ્વાળામુખીની તીવ્રતામાં વધારો દર્શાવે છે. જ્વાળામુખીમાં અત્યાર સુધી 20 તિરાડ ખુલી ગઇ છે. લાવાના કારણે અત્યાર સુધી 37 જેટલા ઘરો બળીને ખાખ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર 1.85 લાખ લોકો વસવાટ કરે છે કે જેમની સ્થિતિ ભયજનક છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 15 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ જ્વાળામુખીને કારણે આઇલેન્ડની 75 ટકા સ્થાવર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, મે મહિનાની શરૂઆતથી જ સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખી અંગે પહેલી વખત હવાઇ ઓથોરિટીએ સ્થાનિકોને મોબાઇલ પર મેસેજ મોકલીને ચેતવણી આપી છે. ઓથોરિટીના મેસેજ મુજબ, રાખના વાદળોના કારણે સ્થાનિકોને આંખોમાં તેમજ શ્વાસોશ્વાસની તકલીફ થઇ શકે છે. હવામાં સલ્ફર ડાયોક્સાઇજનું પ્રમાણ ભયજનક લેવલ સુધી વધી રહ્યું છે. આથી આરોગ્ય અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter