હાર્દિક પંડ્યા અને એલી અવેરામનું બ્રેકઅપ? કારણ છે આ બોલ્ડ એક્ટ્રેસ

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલીવુડની ફેમસ એક્ટ્રેસ એલી અવેરામને ડેટ કરી રહ્યો છે. આ વાત ઘણા સમયથી ચર્ચાઇ રહી છે કે હાર્દિક અને એલી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે હાર્દિક હાલ એવી અવેરામને છોડીને બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે રોમાન્સ કરી રહ્યો છે.

તાજેતરમાં એલીને હાર્દિક સાથે અનેક ઇવેન્ટમાં સાથે સ્પોટ કરવામાં આવી હતી. એલી અનેક ફેમિલી ઇવેન્ટમાં હાર્દિક સાથે જોવા મળી હતી. પરંતુ આ લવસ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે. તાજેતરમાં જ એક જાણીતા બિઝનેસમેનની પાર્ટીમાં હાર્દિક પંડ્યા હાજર રહ્યો હતો. આ જ પાર્ટીમાં ઉર્વશી રૌતેલા પણ હાજર હતી.

CRICKET.GSTV.IN

 

કહેવામાં આવી રહ્યુ છે કે  પાર્ટીમાં બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ પાર્ટીમાં હાર્દિક સાથે તેનો ભાઇ પણ હતો. પરંતુ હાર્દિક અને ઉર્વશી એકબીજાને મળ્યા તો તેમની વચ્ચે લાંબા સમય સુધી વાતચીત થઇ.

અગાઉ એલી અને હાર્દિક અવારનવાર સાથે સ્પોટ થયા છે. પરંતુ તેમણે પોતાના આ રિલેશનને કોઇ નામ આપ્યુ નથી. પરંતુ તેમની વચ્ચે અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. તે પછી તેમણે સાથે એક એડનું શુટિંગ પણ કર્યુ હતુ.

એલી અને હાર્દિક વચ્ચે કંઇક રંધાઇ રહ્યુ છે તેવી ચર્ચાની શરૂઆત ત્યારે થઇ જ્યારે હાર્દિકના ભાઇના લગ્નમાં એલીએ હાજરી આપી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter