ટેસ્ટ ક્રિકેટમાં હેરાથે કુંબેલના ખાસ રેકોર્ડની બરાબરી કરી

શ્રીલંકાના આધારભૂત સ્પિનર રંગના હેરાથે પોતાના શાનદાર દેખાવની મદદથી ભારતના દિગ્ગજ પૂર્વ સ્પિનર અનિલ કુંબલેના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 10 કે તેનાથી વધારે વિકેટ લેવાના મામલામાં રંગના હેરાથ દુનિયાનો ચોથો બોલર બન્યો છે. હેરાથે 81 ટેસ્ટ મેચમાં 8 વખત એક મેચમાં 10થી વધુ વિકેટ લીધી છે.

હેરાથ હવે ટેસ્ટ ક્રિકેટમાં એક મેચમાં 10 વિકેટ લેવાના મામલામાં અનિલ કુંબલેની બરાબરી કરી છે. હેરાથે ઝિમ્બાબ્વે સામે એક માત્ર ટેસ્ટ મેચના ચોથા દિવસે 6 વિકેટ હાંસલ કરી કુંબલેના રેકોર્ડની બરાબરી કરી હતી. જ્યારે આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી. જેની મદદથી હેરાથ હવે એક મેચમાં 10 વિકેટ હાંસલ કરનાર ચોથો બોલર બન્યો છે. સૌથી વધુ 10 વિકેટ મેળવવાના મામલામાં શ્રીલંકાનો મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન સૌથી આગળ છે. આ યાદીમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ન છે. જેણે 10 વખત આ સિદ્વિ હાંસલ કરી છે. જ્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર સર રિચર્ડ હેડલીએ ટેસ્ટમાં 9 વખત 10થી વધુ વિકેટ મેળવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter