પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય ઉ૫ર થાય છે અત્યાચાર : UN માં થયો આક્ષે૫

પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી સમુદાય પર અત્યાચાર અને ઈશનિંદાના દુરુપયોગના મામલે જિનિવા ખાતે ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદના 37માં સત્રમાં રજૂઆત કરાઈ છે. પાકિસ્તાનની ખ્રિસ્તી સમુદાયની મહિલા કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાનમાં લઘુમતીઓ પર કરવામાં આવતા અત્યાચાર મામલે અવાજ બુલંદ કર્યો છે. પાકિસ્તાનની ખ્રિસ્તિ સમુદાયમાંથી આવતા સામાજિક કાર્યકર્તા શાજિયા ખોખરે કહ્યું છે કે પાકિસ્તાનમાં માત્ર બેથી ત્રણ ટકા લઘુમતી છે. પરંતુ તેમના ઉપર હંમેશા ઈશનિંદા કાયદા દ્વારા તેમને રંજાડવાની દહેશત તોળાતી રહે છે. શાજિયા ખોખર હવે સ્વિટ્ઝરલેન્ડમાં વસવાટ કરી રહ્યા છે. તેમણે યુએનની ઈવેન્ટમાં કહ્યુ છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનનું સત્તાવાર નામ છે.

અહીં ધાર્મિક લઘુમતી સમુદાયો પર અત્યાચાર થઈ હહી છે. ઘણાં દેશોને ઈસ્લામિક રિપબ્લિક નામ આપવામાં આવ્યું છે અને ત્યાં ઈસ્લામિક કાયદાનું શાસન છે. પાકિસ્તાનમાં એક વખત એક શખ્સને ઈશનિંદાનો આરોપી ગણાવવામાં આવ્યો હતો.. તેને દોષિત ઠેરવવામાં આવ્યો અને હિંસાની કોશિશ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કાયદો નિષ્ફળ રહ્યો છે. ઈશનિંદાના કાયદાથી અસિષ્ણુતાનું વાતારણ છે અને પાકિસ્તાનમાં આનાથી ધાર્મિક લઘુમતીઓ સાથે ભેદભાવને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સલમા ભટ્ટી નામની એક અન્ય ખ્રિસ્તી સમુદાયમાંથી આવતી કાર્યકર્તાએ કહ્યુ હતુ કે પાકિસ્તાનમાં અપહરણ, ધર્માંતરણ કરવું અને લઘુમતી સમુદાયની યુવતીઓના બળજબરીથી નિકાહ કરવાના મામલા સામે આવે છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં દોઢ ટકાની આસપાસ હિંદુ અને શીખ લઘુમતીઓ છે.. તો દોઢ ટકાની આસપાસ ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ છે. પાકિસ્તાનમાં બાકીના 97 ટકા જેટલા લોકો મુસ્લિમ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter