Happy Birthday: સુપરરસ્ટાર રજનીકાંત ‘કુલી’, ‘બસ કંડકટર’થી બોલીવુડ ફિલ્મોમાં છવાયા

સુપરસ્ટાર અને દ.ભારતના પ્રખ્યાત અભિનેતા રજનીકાંત 12 ડિસેમ્બર, 1950ના રોજ 67 વર્ષના થયા છે. 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લુરૂમાં તેમનો જન્મ થયો. તેમના માતા-પિતાએ તેમનું નામ શિવાજીરાવ ગાયકવાડ રાખ્યું હતું, પરંતુ ફિલ્મોમાં તેમના બુલંદ પ્રભાવને કારણે તેઓ રજનીકાંત તરીકે ઓળખાયા. તેમના પિતા રામોજી રાવ ગાયકવાડ હવલદાર હતા. તેમની માતા જીજાબાઈના નિધન બાદ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના રજનીકાંતને અહેસાસ થયો કે ઘરની સામાજિક પરિસ્થિતિ સારી ન હોવાથી પરિવારને સપોર્ટ આપવા માટે તેઓ કુલી બન્યા.

બેંગ્લુરૂ પરિવહન સેવા બીટીએસના એક કંડક્ટર ફક્ત દ.ભારતના ફિલ્મોના સુપરસ્ટાર ન બન્યા, પરંતુ બોલીવુડ સહિત વિશ્વના દરેક મહાનુભાવો વચ્ચે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી. રજનીકાંતની ફિલ્મો બહુ રસપ્રદ હતી અને તેઓ એક્ટિંગથી વાંકેફ હતા. તેમના એક્ટિંગના શોખને કારણે વર્ષ 1973માં મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટથી તેમણે ડિપ્લોમાં કર્યું હતું.

ખલનાયકથી ફિલ્મની કારકિર્દીની શરૂઆત

રજનીકાંતે તામિલ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા નિભાવ્યા બાદ સ્થાપિત અભિનેતા તરીકે તેઓ ઉભર્યા હતાં. તેલુગુ ફિલ્મ ‘છિલાકામ્મા ચેપ્પિનડી’ (1975)માં તેમણે પહેલી વખત હીરોનો રોલ કર્યો હતો અને પછી તેઓ તામિલ સિનેમા પર છવાઈ ગયા.

તામિલ ફિલ્મોમાં રોલ અદા કર્યા બાદ તેમણે કેટલીક બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં ‘મેરી અદાલત’, ‘જાન જોની જર્નાદન’, ‘ભગવાન દાદા’, ‘દોસ્તી દુશ્મની’, ‘ઈન્સાફ કોન કરેગા’, ‘અસલી નકલી’, ‘હમ’, ‘ખૂન કા કર્જ’, ‘ક્રાંતિકારી’, ‘અંધા કાનૂન’, ‘ચાલબાજ’, ‘ઈન્સાનિયત કા દેવતા’ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter