પિતાને બર્થ ડે વિશ કરવા આલિયાએ શેર કર્યો મહેશ ભટ્ટનો આવો ફોટો

ફિલ્મ મેકર મહેશ ભટ્ટ આજે તેમનો  69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે તેમને બોલિવૂડના ઘણા  બધા લોકો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.  આ બધા વચ્ચે તેમને તેમની દીકરી આલિયા ભટ્ટ તથા પૂજા ભટ્ટે  અનોખી રીતે શુભેચ્છાઓ આપી હતી.  મહેશ ભટ્ટ તથા સોની રાઝદાનની દીકરી આલિયાએ  પિતાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે.  આ ફોટાને જોઇને થોડો સમય તો તમે ઓળખી જ નહીં શકો કે આ મહેશ ભટ્ટ છે.  આલિયાએ ફોટો પોસ્ટ કરતા પિતા માટે સંદેશ પણ લખ્યો હતો.  આલિયાના આ ફોટાને પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા, હુમા કુરેશી સહિતની એકટ્રેસે લાઇક કર્યો હતો.

 

 

તો પૂજા ભટ્ટે પણ પિતાને જન્મદિવસની શુભકામના આપી હતી. પૂજા મહેશ ભટ્ટની પ્રથમ પત્ની કિરણની દીકરી છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter