લો હવે આવ્યો 99 રૂપિયાનો સ્માર્ટફોન 'નમોટૅલ અચ્છેદિન'

Technology

થોડાં મહિના અગાઉ જ જ્યારે રૂ.251ના સ્માર્ટફોન ફ્રીડમ 251 ભારે વિવાદમાં રહ્યો હતો. હવે ત્યાર બાદ 888 રૂપિયાનો સ્માર્ટફોન ડોકોસ X1 ખબરોમાં રહ્યો. પરંતુ હવે આવ્યો છે 99 રૂપિયાનો સ્માર્ટફોન જેનું નામ છે નમોટેલ અચ્છેદિન.

આ સ્માર્ટફોનનું ડિસ્પ્લે 4 ઇંચ છે જેનું રિઝ્યોલુશન 480x800 પિક્સલ છે. આ એન્ડ્રોઈડ લૉલીપોપ પર રન થાય છે. તેની રૅમ 1 જીબી છે. અને ઇન્ટરનલ મેમરી 4 જીબી છે. આમાં 32 જીબી સુધીની માઈક્રોએસડી કાર્ડ ઇન્સર્ટ કરી શકાય છે. ફોનનો રિયર કેમેરા 2 મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરા VGA છે. આ ડ્યુઅલસિમ સ્માર્ટફોન છે અને 3G સપોર્ટ કરે છે.

આ ફોનને બેંગલુરુની નમોટેલ કંપની લઈને આવી છે. કંપનીએ તેનું નામ 'અચ્છેદિન' રાખ્યું છે. આ ફોનને ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન બતાવવામાં આવી રહ્યો છે. તેને ઓનલાઈન namotel.com વેબસાઈટ પરથી ખરીદી શકાશે. આ માટે કૅશ ઓન ડિલીવરીનું પણ ઓપ્શન હશે.

કંપનીએ પ્રેસ કોન્ફરન્સમાં આ ફોનની વાસ્તવિક કિંમત 2999 રૂપિયા બતાવી છે, સાથે આ પગલાને મેક ઇન ઇન્ડિયા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}