મહાન શાયર જલન માતરી કેવી રીતે બન્યા ‘માતરી’ , જાણો અતથી ઇતિ

ગુજરાતના મહાન શાયર જલન માતરીનું નિધન 83 વર્ષની વયે નિધન થયું છે. રાયખડ ખાતેના તેમના નિવાસ સ્થાને તેમનું નિધન થયું હતું અને આજે તેમના વતન ખેડાના માતર ગામે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  જલન માતરીના નિધનથી જાણે ગઝલની દૂનિયામાં ગૂંજતી એક ગૂંજ કાયમ માટે સુન્ન થઈ ગઈ.

તેનું આખું નામ અલવી જલાલુદ્દીન સઆઉદ્દીન છે. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1934ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો. તેઓએ પોતાનો મેટ્રિક સુધીનો અભ્યાસ વર્ષ 1953માં પૂર્ણ કર્યો હતો. જે બાદ તેઓએ વ્યવસાય તરીકે એસટીમાં નોકરી કરી હતી. જલન માતરીએ ‘શુકન’, ‘સુખવતર’, ‘તપીશ’ જેવા પ્રસિદ્ધ ગઝલ સંગ્રહો  તેમજ ‘ઉર્મિનું શિલ્પ’, ‘ઉઘડી આંખ બપોરે રણમાં’ સહિતના સંગ્રહોની રચના કરી હતી.

વર્ષ  2007માં ઉઘડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષક વર્ષ 2005માં આપવામાં આવ્યું હતું.  વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા હતા. 1957થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સેવામાં જોડાયા હતા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદા પરથી સને 1992માં નિવૃત થયા હતા.

 

. આધ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધી જૂનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેમના સમગ્ર કવિતા સર્જનને લક્ષમાં લઇને પ્રતિ વર્ષ અપાતા ગુજરાતી કવિતાના સૌથી વધુ ગૌરવપ્રદ નરસિંહ મહેતા એવોર્ડ 2016 પણ જાણે જલન માતરીના નામે નોંધાયો હતો.

આમ તો તેમનું નામ અલવી જલાલુદ્દીન સઆઉદ્દીન હતું પરંતુ તેઓ જલન માતરીના તખલ્લુસ સાથે ગઝલો લખતા હતા. જલન માતરીએ  પોતાના વતન માતરને પોતાના નામ સાથે જોડીને જલન માતરી એવા ઉપનામ સાથે ગઝલોની રચના કરીહતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter