ગુજરાતી, મરાઠી સહિત આઠ ભાષાઓમાં લેવાશે નીટની પરીક્ષા

શૈક્ષણિક સત્ર 2017-18માં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ પરીક્ષાઓ આઠ પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, નીટની પરીક્ષા 8 પ્રાદેશિક ભાષાણો લેવાશે. જેમાં હિન્દી, અંગ્રેજી, આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, તમિલ અને તેલુગુ ભાષાનો સમાવેશ કરાયો છે.  આ અંગેના ફોર્મ પણ ટૂંક સમયમાં બહાર પડશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, પરીક્ષાનું માધ્યમ કોઇ પણ હોય, પણ નીટ માટે ક્વોલિફાય થનાર ઉમદેવાર અન્ય પાત્રતા માનદંડની શરતો પૂરી કરે તો રાજ્ય સરકારો અને સંસ્થાઓ અંતગર્ત ઓલ ઇન્ડિયા ક્વોટા તેમજ અન્ય ક્વોટામાં પાત્ર હશે. મહત્વનું છે કે નીટ માટે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ફોર્મ બહાર પડતા હોય છે અને મે મહિનામાં આ પરીક્ષા યોજાતી હોય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter