ગુજરાત યુનિવર્સિટીને ડીઝીટલાઇઝ કરવા યુનિવર્સિટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવા લેવાયો નિર્ણય

ગુજરાત યુનિવર્સિટીને ડીઝીટલાઇઝ કરવા યુનિવર્સિટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવા નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ મુજબ ૧૯૮૫ બાદના તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ ઓનલાઇન રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શરૂઆતમાં ૨૦૧૭ના વિદ્યાર્થીઓના ડેટા અને બાદમાં ઉતરતા ક્રમમાં વર્ષવાર વિદ્યાર્થીઓના ડેટા ઓનલાઈન રાખવામાં આવશે.આ સિવાય હાલમાં વિદ્યાર્થીઓના ડેટા ઓનલાઈન કરવાનું કામ યુનિવર્સીટી દ્વારા મલ્ટીનેશનલ કંપનીને સાથે રાખીને પણ કરવામાં આવી રહ્યું છે. કુલ ૨૮ હજાર ડેટા ઓનલાઈન રાખી દેવામાં આવ્યા છે. હવેથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણેથી પોતાના ડોક્યુમેન્ટ મેળવી અને વેરીફાઈ કરાવી શકશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ડીજી લોકર્સમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ રાખવા માટેની પણ ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા દાવો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે કે આ એક ફૂલપ્રૂફ સીસ્ટમ હશે. જેમાં ડેટા ચોરીનો પણ કોઈ ભય નહિ રહે.

ADVERTISMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter