ગુજરાત પોલીસનો દેશમાં ત્રીજો ક્રમ, પરંતુ ચોક્કસ ઓળખથી ગુજરાત પોલીસ વંચિત!

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ. પરંતુ સ્થાપનાના આજ દિન સુધી ગુજરાત પોલીસને સ્ટેટ પોલીસ તરીકેની ઓળખ જ નથી મળી. રાજ્ય પોલીસ પાસે પોતાની ઓળખ નહિ હોવાથી પ્રેસિડેન્શીયલ કલર એટલે કે ફ્લેગ માટે દરખાસ્ત તૈયાર કરાઇ રહી છે. ગુજરાત પોલીસ પાસે આજની તારીખે કોઇ પણ સત્તાવાર ફ્લેગ નથી. સ્ટેટ પોલીસની ઓળખ જરૂરી હોવાથી પ્રેસિડેન્શીયલ કલરની ડિઝાઇન તૈયાર કરવા એક કમિટી બનાવવામાં આવી છે.

ગુજરાત પોલીસની કામગીરીથી તો સૌ કોઇ વાકેફ છે. પરંતુ આપણી પોલીસને સ્ટેટ પોલીસની ઓળખ રાજ્યની સ્થાપનાના 58 વર્ષ બાદ પણ નથી મળી. દેશના રાષ્ટ્રપતિ દ્વારા જુદા જુદા રાજ્યોની પોલીસ, આર્મ્ડ ફોર્સ અને ઇન્ટેલીજન્સ એજન્સીઓને એક ચોક્કસ ઓળખ આપવામાં આવે છે. જે લોગો કે કલરના આધારે આ ફોર્સની ઓળખ થાય છે. ગુજરાત પોલીસ પાસે એવી એક પણ ઓળખ નથી.

CRICKET.GSTV.IN

રાજ્ય પોલીસને ઓળખ મળે તે માટેની ડિઝાઇન તૈયાર કરવા હાલ એક કમિટી બનાવવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી દિપેન ભદ્રન રાજ્ય પોલીસને ઓળખ અપાવવા માટે જુદી જુદી ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે. જેમાંથી એક ડિઝાઇન પસંદ કરીને ગૃહવિભાગ મારફતે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી અપાશે. રાષ્ટ્રપતિ આ ડિઝાઇન પર મહોર મારે તે પછી ગુજરાતમાં એક વિશેષ પરેડ યોજાશે અને પ્રેસિડેન્ટ વતી તેમના પ્રતિનિધિ સ્ટેટ પોલીસની ઓળખ ગુજરાત પોલીસને સત્તાવાર રીતે સોંપશે. ગુજરાત પોલીસનો હાલમાં જે ફ્લેગ છે તે સતાવાર નથી.

ગૃહરાજ્યપ્રધાન જણાવી રહ્યા છે કે હાલમાં રાજ્ય પોલીસ પાસે ફ્લેગ છે. પરંતુ આ ફ્લેગ સત્તાવાર નથી. સરકારો અને પોલીસ અધિકારીઓ ઘણા બદલાયા. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ સત્તાવાર ફ્લેગ મળ્યો નથી. જેને લઈને રાજ્યની પોલીસને ચોક્કસ ઓળખ મળી નથી. આમ તો ગુજરાત પોલીસનો દેશમાં ત્રીજો ક્રમ છે. પરંતુ ચોક્કસ ઓળખથી ગુજરાત પોલીસ વંચિત છે એ પણ હકીકત છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter