ગુજરાત પોલીસનું ‘મોબાઇલ ગર્વનન્સ’ : 68 લાખ ગુન્હેગારોનો ડેટા હવે આંગળીના ટેરવે !

ગુજરાત પોલીસની મોબાઇલ ગર્વનન્સ ક્ષેત્રે નવતર પહેલ થવા જઇ રહી છે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, દરેક તપાસ અધિકારી, પી.સી.આર. વેન અને પાસપોર્ટ વેરીફીકેશન સાંભળતા પોલીસ કર્મચારીઓને પોકેટ કોપ પ્રોજેક્ટ અન્વયે 4900 સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે અપાશે.

આ પોકેટ કોપનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગૃહમંત્રી પ્રદિ૫સિંહ જાડેજાની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. અત્યાર સુધી કોમ્પ્યુટરમાં જ રહેતો ડેટા હવે પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ સ્માર્ટ ફોનમાં આંગળીના ટેરવે મળતો થશે. એટલે કે પોલીસની ઓનલાઇન રખાતી તમામ વિગતો હવે આ પોલીસ કર્મચારીઓ ગમે ત્યાં મેળવી શકશે.

આ સ્માર્ટ મોબાઈલ ફોનમાં 4 એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. તેમાં પાસપોર્ટ વેરીફીકેશન, ગુન્હેગાર શોધ, ખોવાયેલી વ્યક્તિ ની શોધ, વાહન શોધનો સમાવેશ થાય છે. ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે હવે આ પોકેટ કોપનું રાજ્યવ્યાપી અમલીકરણ થશે.

ગુજરાત પોલીસ નવી ભરતીમાં નવા કર્મચારીઓ ટેકનોલોજીના જાણકાર છે. ગુજરાતમાં આગામી 3 મહિનામાં તમામ જિલ્લાને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરી દેવાશે. આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,  હવે પોલીસ કર્મીઓને મોબાઈલમાં 68 લાખ જેટલા ગુન્હેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ ઉપલબ્ધ થવાથી કાર્યદક્ષતા વધશે અને ગુન્હેગારોની હિંમત તૂટી જશે. તથા ગુજરાત સલામતી સુરક્ષામાં શિરમોર બનશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter