ગરમીથી શેકાતુ ગુજરાત : કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ 45.3 ડિગ્રી તાપમાન

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહ્યો છે. જેમાં આજના દિવસે કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ 45.3 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

તો આજે ગુજરાતનું પાટનગર ગાંધીનગર પણ બીજા શહેરો કરતા વધુ ગરમ શહેર સાબિત થયું. ગાંધીનગરમાં આજે સૌથી વધુ 44 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. તો સુરેન્દ્રનગરમાં 43.8 જ્યારે અમદાવાદમાં 43.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આજના દિવસે લોકોને વધારે પડતી જ ગરમીનો અહેસાસ થયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter