રાજ્ય સરકારે 8.77 લાખ કર્મચારીઓ અને પેન્શનરોની હોળી-ધૂળેટી સુધારી

ગુજરાત સરકારે કર્મચારીઅો અને પેન્શનરોને હોળી અને ધૂળેટીના ૫ર્વની રંગીન ભેટ આપતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર 7 માં પગાર પંચ મુજબ 1- 1 -2016 થી 31 જુલાઈ સુધીનો ડિફરન્સ અને પેંશનરને ત્રણ હપ્તામાં ચૂકવશે. જેને પગલે કર્મચારીઅો અને પેન્શનરોની હોળી -ધૂળેટી સુધરી ગઈ છે.

  • રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવાશે. જો કે તેના કારણે રાજય સરકારને રૂ.૩૨૭૯.૭૯ કરોડનુ વધારાનુ ભારણ ૫ડશે.
  • કર્મચારીઓને તા.૧-૧-૨૦૧૬ થી તા.૩૦-૯-૨૦૧૬ સુધીના સાત માસ અને પેન્શનરોને તા.૧-૧-૨૦૧૬ થી તા.૩૦-૯-૨૦૧૬ના નવ માસના તફાવતની રકમ ચૂકવાશે
  • પ્રથમ હપ્તો માર્ચ માસમા બીજો હપ્તો મે માસમા ત્રીજો હપ્તો જુલાઈ માસમા ચૂકવાશે
  • રાજયના ૪.૬૫ લાખ કર્મચારીઓ અને ૪.૧૨ લાખ પેન્શનરોને લાભ.
  • રાજ્ય સરકારે સાતમા પગાર પંચ ના કરેલા સ્વીકાર બાદ 1 1 2016 થી 31 જુલાઈ 2016 સુધી નો પગાર ડિફરન્સ 2258.34 કરોડ ચૂકવવામાં આવશે.જ્યારે પેન્શનરો ને 1 1 2016 થી 30 સપ્ટેમ્બર 2016 સુધી 9 માસ ના પેન્શન ના તફાવત ની રકમ 1021.45 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
  • ત્રણ હપતામાં રોકડેથી અેરિયર્સની ચૂકવણીથી પગાર તફાવત પેટે 752 કરોડ રૂપિયા અને પેન્શન તફાવત પેટે 340 કરોડ રૂપિયાનું સરકાર પર ભારણ પડશે. અામ કુલ ત્રણ હપતામાં 3,279 કરોડ રૂપિયાનું સરકાર પર ભારણ પડશે.  જેનો લાભ રાજ્યના 4.65 લાખ કર્મચારીઅો અને 4.12 લાખ જેટલા પેન્શનર્સને મળશે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter