નવતર પ્રયોગ : હવે ગુજરાત સરકારની બસ બાળકોને ઘરે ઘરે શિક્ષણ પૂરું પાડશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાળકોને ઘર આંગણે શિક્ષણ પુરૂ પાડવાના પાયલોટ પ્રોજેક્ટ રૂપે સ્કૂલ ઓન વ્હીલ એટલે કે હરતી ફરતી મોબાઇલ સ્કૂલનો પ્રારંભ કરાવ્યો હતો. મોબાઇલ સ્કૂલમાં સોલાર સિસ્ટમ હશે. સાથે જ ગ્રીન બોર્ડ, પીવીસી ફ્લોરિંગ અને ટી.વી. ડીટુએચ સેટઅપ બોક્સ તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત 18 જેટલી રાઇટિંગ ડેસ્કથી આ સ્કૂલ ઓન વ્હીલને સજ્જ કરવામાં આવી છે. રાજ્યના કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને ભરૂચ જિલ્લાના અગરીયા વિસ્તારના શ્રમિકોના પરિવારોના બાળકો માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્કૂલ ઓન વ્હીલ શરૂ કરવામાં આવી છે. તેની સફળતા બાદ વધુ 30 જેટલી બસને માર્ગ વાહન વ્યવહાર નિગમના સહયોગથી સ્કૂલ ઓન વ્હીલ તરીકે સેવારત કરાશે અને 1200 જેટલા બાળકોને તબક્કાવાર લાભ અપાશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter