ખેડૂતો માટે ખુશખબર: વરસાદ ખેંચાતાં ખરીફ પાક બચાવવા સરકારે લીધો મોટો નિર્ણય

રાજ્યભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ રાજ્ય સરકારને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કાલથી વીસ દિવસ સુધી વીસ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં ચારસો તળાવ આ પાણીથી ભરવામાં આવશે. જો કે નર્મદા ડેમમાં આખા વરસ દરમિયાન પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી વધેલા જળ પુરવઠામાંથી આ પાણી આપવામાં આવશે.

સુજલામ સુફલામ કેનાલમાં આઠસો ક્યૂસેક પાણી છોડાશે. ધરોઇના કમાન્ડ એરિયામાં પણ ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય કરાયો છે. ઉત્તર ગુજરાતમાં ચાલીસ હજાર એકર જમીનને આ પાણીનો લાભ થશે. તો સૌરાષ્ટ્રમાં પણ સુજલામ સુફલામ માફક સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં બારસો ક્યૂસેક પાણી છોડાશે. જેમાં આજી એક, મચ્છુ બે સહિતના ડેમો ભરવામાં આવશે. જ્યારે કે અમદાવાદ અને બાવળા આસપાસના વિસ્તારમાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૬ર હજાર એકર વિસ્તારમાં ડાંગર માટે હાલના તબક્કે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

 ખરીફ પાકને બચાવવા સરકારે નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે વધુ પાણી પુરવઠો છોડવાનો નિર્ણય કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાના વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ૨૪.૧૬ ઈંચ સાથે સરેરાશ ૭૩.૮૭% વરસાદ પડયો છે. જોકે, હજુ સુધી ૭ જિલ્લા એવા છે જ્યાં વરસાદની ૫૦% કરતા વધુ ઘટ છે ત્યારે સરકારે ખરીફ પાકને નુકસાન ન થાય તે માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હોવાનુ મનાય છે. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની સપાટી 125.87 મીટરને પાર થઈ છે ત્યારે સરકારે પાણી છોડવાનો નિર્ણય કરશે તેમ મનાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter