ગુજરાતની આ કોર્ટના ચુકાદાએ સરકારને હચમચાવી દીધી, ખેડૂતોમાં ખુશીની લાગણી

પંચમહાલ જીલ્લ્લાના મોરવા હડફ તાલુકાના ખેડૂતોની જમીન સંપાદન બાદ સરકાર દ્વારા વળતરની રકમ ચુકવવામાં ન આવતા ગોધરા કોર્ટમાં કેસ દાખલ થયો હતો. આ મામલે સુનાવણી કરતાં ગોધરા કોર્ટ દ્વારા સરકારી વાહન જપ્તીનો હુકમ કરતાં ખળભળાટ મચી ગયો છે.

40 વર્ષ પહેલા મોરવાહળફ તાલુકાના નસીરપૂર ગામમાં પાનમ જળાશય યોજના માટે સરકારે 30 જેટલા ખેડૂતોની જમીન સંપાદન કરી હતી. પણ બાદમાં ખેડૂતોને યોગ્ય વળતરની રકમ ચૂકવાઈ ન હતી.

અનેક વખત કરવામાં આવી હતી જે બાદ સરકાર દ્વારા ખેડૂતોને 5.15 લાખના વળતરની રકમ  ચુકવવામાં આવી ન હતી. અસરગ્રસ્તોએ સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરવા છતાં વળતર મળતું ન હતું. બાદમાં ગોધરા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ વર્ષોથી ન્યાય ઝંખતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter