બળવો કરનારા કોંગી સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

રાજ્યમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ પદાધિકારીઓની ચૂંટણી યોજાઇ હતી. જોકે, કોંગ્રેસે બળવાખોરો સામે પગલા લીધા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે,અમિત શાહ દ્વારા રાજ્યની ૫૦ ટકા જિલ્લા પંચાયત તોડવાનું ફરમાન ભાજપ સરકાર અને સ્થાનિક નેતાઓને સોંપવામાં આવ્યું હતું. જે સફળ થયું નથી.

કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરી બળવો કરનાર તમામ સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ કાયદાકીય લડાઈ શરૂ કરવામાં આવશે. જો જીલ્લાઓની વાત કરીએ તો ભાવનગરમાં 3 સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે અમદાવાદમાં 6, પાટણમાં 8, દાહોદમાં 9 , મહિસાગરમાં 3 અને વડોદરામાં 3 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જીલ્લા પંચાયત સસ્પેન્ડ થયેલ સભ્યોની સંખ્યા
ભાવનગર
અમદાવાદ
પાટણ
દાહોદ
મહીસાગર
વડોદરા
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter