GSTV
Home » News » જીએસટીવી સ્ટીંગ : જોનપુર-હાંડલામાં 400 વિઘા જંગલમાં 200 વિઘા સફાચટ

જીએસટીવી સ્ટીંગ : જોનપુર-હાંડલામાં 400 વિઘા જંગલમાં 200 વિઘા સફાચટ

કેશોદના જોનપુર-હાંડલા વીડીમાં જંગલ ખાતા દ્વારા 100 વર્ષથી પણ વધારે જૂના બાવળોનો નાશ કરી દેવાયો છે. ત્યારે વાડી વિસ્તારમાં જીએસટીવીની ટીમે સ્ટીંગ ઓપરેશન કરીને સમગ્ર મામલે પર્દાફાશ કર્યો છે. કેમેરા જોતાં જ ગાર્ડ સહિતના મજૂરો ભાગી ગયા હતા.

જંગલની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે દિવસ-રાત બાવળ કાપવા કટરના અવાજો આવે છે. 400 વિઘા જંગલમાં 200 વિઘા જંગલમાં સફાઈ કરવાના નામે બાવળોનો નાશ કરીને ખુલ્લું મેદાન બનાવી દેવાયું. તો હવે બાકીના જંગલમાં 100થી વર્ષથી પણ વધુ જૂના બાવળોનો સોંથ બોલાવવામાં આવી રહ્યો છે. દિવસભર બાવળોનો નાશ કરાય છે. કપાયેલા બાવળો બેરોકટોક ટ્રકમાં ભરીને લઈ જવાય છે. અને તેની હરાજી કરાય છે.


સ્ટીંગ ઓપરેશન દરમિયાન અમારી ટીમે બાવળ કાપતાં ગાર્ડ સાથે વાત કરી તો તેને ગોળગોળ જવાબ આપ્યા અને કહ્યું કે આ બાવળોને કાપીને તેને હરાજીમાં લઈ જવાય છે. ત્યારે જંગલ ખાતાની આ કાર્યવાહીને લઈને સવાલો ઉઠ્યા છે.  કેમ બાવળોનો નાશ કરાયો ?  જમીન કોના માટે ખુલ્લી કરાઈ ?   જંગલની જમીન ખુલ્લી કરવા પાછળ શું ખેલ છે ?  તેવા ઘણા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

તો ગ્રામજનોને ધમકીઓ મળી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમનું કહેવું છે કે આરએફઓ ચાવડા તરફથી તેમને ધમકીઓ મળી રહી છે. આ મામલે જંગલ વિભાગ કોઈ ફોડ પાડતું નથી અને કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.

જંગલ વિભાગ દ્વારા ખોટા જવાબો આપીને ઢાંક પીછેડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાળવોના આડેધડથી નાશ કરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જંગલ સાફ થવાથી લોકોને પશુ-પક્ષીઓની પણ ચિંતા સતાવી રહી છે.

 

Related posts

ઉત્તર ગુજરાતની આ જાણીતી બ્રાંડ પર GST વિભાગના દરોડા

Mayur

શારજહાંથી યમનના બંદરે જઈ રહેલા દ્રારકાના જહાજમાં ધડાકાભેર આગ લાગી

Mayur

સૌથી ઉંચો વીજદર વસૂલવામાં ગુજરાત નંબર બે પર, પ્રથમ નંબરનું રાજ્ય પણ ભાજપ શાસિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!