રાજકોટના મગફળીના ગોડાઉનમાં આગ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટના શાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સીઆઈડી ક્રાઈમની સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને સ્થાનિક પોલીસની ટીમ પણ આગની તપાસમાં જોડાઈ રહી છે.

આ ટીમ મગફળીના નમુના લઈને તેનું પરીક્ષણ કરવાના છે. આ ટીમ ગોડાઉનમાં સળગી ગયેલી મગફળીના નમુના પણ લેવાની છે. આ સાથે જ નાફેડના અધિકારીઓ, ગોડાઉન માલિક સહિતના લોકોની પૂછપરછ પણ થશે.

સી આઈ ડી ક્રાઇમ ની ટીમ,જૂનાગઢ કૃષિ યુનિ. સ્થાનિક પોલીસ સહિતના આગ ની તપાસ કરશે. મગફળીના નમૂના લઇ તેનું પરીક્ષણ કરવામાં આવશે. ગોડાઉનમાં રહેલા સ્ટોક અને સળગી ગયેલી મગફળીના નમૂના લેવાશે. સ્થળની મુલાકાત લઈને નાફેડ અને સ્થાનિક ગોડાઉન મલિક સહિતનાની પૂછપરછ કરશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter