ગ્રીસ અને મેસેડોનિયા વચ્ચે આ ઐતિહાસિક સમજૂતી થઈ

ગ્રીસ અને મેસેડોનિયા વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ છે. આ સમજૂતી પ્રમાણે મેસેડોનિયાને હવે રિપબ્લિક નોર્ધન મેસેડોનિયાના નામથી ઓળખવામાં આવશે. ગ્રીસ અને મેસેડોનિયાની વચ્ચે પુરોગામી યુગોસ્લાવ રિપબ્લિક નામને લઈને પેદા થયેલા વિવાદના સમાધાન માટે મંગળવારે ઐતિહાસિક સમજૂતી થઈ છે. આ મુદ્દા પર બંને પાડોશી દેશોના સંબંધો દશકાઓથી ખરાબ રહ્યા છે.

મેસેડોનિયાના વડાપ્રધાન જોરાન જેવે કહ્યું છે કે સમજૂતી પ્રમાણે તેમનો દેશ સત્તાવાર રીતે રિપબ્લિક નોર્ધન મેસેડોનિયાના નામથી ઓળખાશે. હાલ સંયુક્ત રાષ્ટ્રમાં તેને ફોર્મર યુગોસ્લાવ રિપબ્લિક ઓફ મેસેડોનિયાના નામથી ઓળખવામાં આવે છે. જેવે કહ્યુ છે કે આ સમજૂતી દ્વારા મેસેડોનિયાનો યુરોપિયન યુનિયન અને નાટોના સદસ્ય બનવાનો રસ્તો સાફ થઈ જશે. ગ્રીસ મેસેડોનિયાના નામને લઈને વાંધો વ્યક્ત કરતું રહ્યું છે. ગ્રીસે કહ્યું છે કે નામથી જ ઉત્તરી ગ્રીક રાજ્યના ક્ષેત્ર પર દાવો લાગુ થઈ જાય છે. આ સમજૂતીને હજી બંને દેશોની સંસદની મંજૂરી મળવાની બાકી છે અને મેસેડોનિયામાં જનમત સંગ્રહ થવાનો બાકી છે. બંને દેશોના નેતાઓ માટે આ એક આકરી પરીક્ષા હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter