ગ્રેટર નોયડામાં એક શોપિંગ કોમ્પ્લેક્ષમાં એક યુવતીની સનસનીખેજ હત્યા

ગ્રેટર નોયડામાં એક શોપિંગ કોમ્પ્લેક્ષમાં એક યુવતીની સનસનીખેજ હત્યા થઈ. યુવતીના કુલદીપ નામના પ્રેમીએ ચાકુથી તેની પર હુમલો કરીને હત્યા કરી નાંખી અને પોતાના પર પણ ચાકુના ઘા કર્યા.

યુવતી લોહીથી લથપથ જમીન પર પડી અંતિમ શ્વાસ લઈ રહી હતી. પરંતુ ભીડ તમાશો જોતી રહી અને મોબાઈલમાં વીડિયો ઉતારતી રહી. પણ કોઈ તેની મદદે ન પહોંચ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે તેને મદદની જરૂર હતી. પરંતું કોઈ તેની મદદે ન આવ્યું. યુપી પોલીસનો એક સીપાઈ પણ પીડિતાની મદદ કરવાને બદલે ભીડ પર નિયંત્રણ રાખતો જોવા મળ્યો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને યુવતીને હોસ્પિટલ ખસેડવાની જહેમત ન ઉઠાવી.

યુવતીના પરિવારજનોના કહેવા મુજબ આરોપી કુલદીપ તેને ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. આ મામલે પોલીસને ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસે બેદરકારી દાખવીને ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન કરી ત્યારે કુલદીપનો હોંસલો એટલો વધ્યો કે તેણે યુવતી પર જીવલેણ હુમલો કર્યો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter