Grammy Awards 2018 : બ્રુનો માર્સનું આ ગીત બન્યુ ‘સોંગ ઓફ ધ ઇયર’ – Photos

60માં ગ્રેમી એવોર્ડ્સની જાહેરાત થઇ ચુકી છે. સ્ટારથી છવાઇ ગયેલા એવોર્ડ્સ સમારોહની શરૂઆત કેન્ડ્રિક લૈમરની પર્ફોમન્સ સાથે થઇ. જે ગ્રેમી એવોર્ડ્સમાં 7 કેટેગરીમાં નોમિનેટ થયા. જોકે બોલીવુડની શાન પ્રિયંકા ચોપડા આ સુંદર સમારોહનો ભાગ ન બની શકી. તેને પ્રી-ગ્રેમી ગાલાના રેડ કારપેટ પર જોવામાં આવી હતી પરંતુ મેન ઇવેન્ટમાં તે ગેરહાજર જોવા મળી.

Unreal!! I love you all!!! ✨

A post shared by Bruno Mars (@brunomars) on

60માં ગ્રેમી એવોર્ડ સમારોહમાં સિંગર બ્રૂનો માર્સના ગીત ધેટ્સ વાટ આઇ લાઇકને વર્ષના સોંગ ઓફ ધ ઇયરનો એવોર્ડ મળ્યો છે. બ્રૂનો માર્સે આ સોંગના ગીતકાર ક્રિસ્ટોફર બ્રોડી બ્રાઉન, જેમ્સ ફાન્ટલેરોય, ફિલીપ લોરેન્સ, રે ચાર્લ્સ મેકલોગ દ્વિતીય, જેરેમી રીવ્સ, રે રોમુલસ અને જોનાથન યીપ સાથે સ્ટેજ શૅર કર્યું.

બ્રૂનોના આ ગીતે લૂઇસ ફોન્સી, ડેડી યાંકી અને જસ્ટિન બીબરના પર્ફોમન્સ વાળા ગીત દેસપસિતો, જૂલિયા માઇકલ્સના ઇશૂઝ ને પછાડીને એવોર્ડ મેળવ્યો. આ પહેલા બ્રૂનો માર્સે કાર્ડી બી સાથે ફિનિશ સોંગ પર પર્ફોમન્સ આપ્યું હતું.

ગ્રેમી એવોર્ડસમાં લેડી ગાગાએ પોતાના પર્ફોમન્સથી હાજર સૌ કોઇના દિલ જીતી લીધા. રિહાના પણ પોતાના આઉટફીટમાં ઘણી સુંદર લાગી રહી હતી. અહીં જાણીશું કે આ વર્ષના ગ્રેમી એવોર્ડ વિનર કોણ રહ્યા.

બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ – એલીસિયા કારા, બેસ્ટ પોપ સોલો પર્ફોમન્સ -એડ શેરીન (શેપ ઓફ યૂ) અને બેસ્ટ પોપ વોકલ આલ્બમ – એડ શેરીન. સોન્ગ ઓફ ધ ઇયર – That’s What I Like, બ્રુનો માર્સ, બેસ્ટ રોક આલબમ – A Deeper Understanding, ધ વાર ઓન ડ્રગ્સ.

બેસ્ટ R and  B પર્ફોમન્સ – That’s What I Like, બ્રુનો માર્સ. બેસ્ટ રેપ પરફોર્મન્સ – HUMBLE, કેન્ડ્રિક લૈમર, બેસ્ટ રેપ આલબમ- DAMN, કેન્ડ્રિક લૈમર

બેસ્ટ કન્ટ્રી આલબમ – Broken Halos, બેસ્ટ મ્યૂઝિક વીડિયો – HUMBLE, કેન્ડ્રિક લૈમર આપવામાં આવ્યો.

બેસ્ટ અર્બન કન્ટેમ્પરી આલબમ માટે સ્ટારબોયની ધ વીકેન્ડને પસંદ કરવામાં આવ્યું. બેસ્ટ કન્ટ્રી સોલો પર્ફોમન્સ ક્રિસ સ્ટેપલટોનને ધ ર્ઇદર વે માટે આપવામાં આવ્યો. બેસ્ટ આરઅન્ડબી આલબમ- 24 કે મેઝિક માટે બ્રુનો માર્સને આપવામાં આવ્યો.

પોપ ગ્રુપ પર્ફોમન્સ કેટેગરીમાં ફીલ ઇટ સ્ટિલ માટે પુર્તગાલ ધ મેનને આપવામાં આવ્યો. ત્યારે બેસ્ટ રોક સોંગ માટે ફૂ ફાઇટર્સને રન માટે આપવામાં આવ્યો.

બેસ્ટ રોક પર્ફોમન્સ તરિકે યૂ વોન્ટ ઇટ ડાર્કર માટે લિનાર્ડો કોહનને આપવામાં આવ્યો છે.

જ્યારે 3-ડી ધ કેટલોગ, ક્રાફ્ટવર્કને બેસ્ટ ડાન્સ અને ઇલેક્ટ્રોનિક આલબમ કેટેગરીમાં એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા.

બેસ્ટ કોમેડી આલબમનો એવોર્ડ ડેવ ચેપલને ધ એજ ઓફ સ્પિન એન્ડ ડીપ ઇન ધ હાર્ટ ઓફ ટેક્સાસ માટે આપવામાં આવ્યો.

ક્રિસ સ્ટેપલટોનના ફ્રોમ અ રુમ- વોલ્યૂમ વનને બેસ્ટ કન્ટ્રી આલબમ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter