સંપત્તિને આધાર-પાન કાર્ડ સાથે જોડવાનો સરકારનો આદેશ

કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ કહેવાય તેમ સંપત્તિને પાન અને આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો છે. જો વ્યક્તિની સંપત્તિને આધાર અને પાન કાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો તે બેનામી મિલકત ગણાશે.

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે ડીઆઇએલઆરએમપી એટલે કે ડીજીટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ભૂમિ સબંધિત દરેક પ્રકારના રેકોર્ડને આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે જોડવા પડશે. માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણયથી સંપત્તિના રેકોર્ડ આધાર કાર્ડથી લિંક કર્યા બાદ બેનામી સંપત્તિ તથા જમીનની સોદાબાજીમાં થનારા ભ્રષ્ટાચાર રોકવામાં સહાયતા મળશે.

સરકાર મુજબ જો સંપત્તિના રેકોર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે તો તેના કારણે જમીનના રેકોર્ડમાં પાર્દર્શિતા આવશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે તેના માટે દરેક રાજ્યોમાં તથા સંઘ શાસિત પ્રદેશોમાં એક પત્ર નિર્દેશિત કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે વર્ષ 1950થી 14 ઓગસ્ટ 2017 સુધીમાં દરેક પ્રકારની સંપત્તિને પાન-આધાર નંબર સાથે લિક કરવો ફરજિયાત છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter