વસ્તુઓની ખરીદી પર મળતા ડિસ્કાઉન્ટ અને ઓફર પર લાગશે GST

સામાન પર મળતું ડિસ્કાઉન્ટ અથવા એક પર એક ઓફર આપનાર રિટેલ ચેઇન અને દુકાનદારોએ આ ઓફરોને GSTમાં લાવવાની તૈયારી કરી રહી છે સરકાર. નાણા મંત્રાલયે આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને સંભવિત છે કે GST કાઉન્સિલની આવનારી બેઠકમાં આ વાત રજૂ કરવામાં આવશે.

મોટાભાગના કન્ઝ્યુમર ગૂડ્ઝ, કપડાં, મોબાઈલ ફોનથી લઈને કંપનીઓ સુધીના સુધી, ખરીદી પર 70 ટકા ડિસ્કાઉન્ટ અથવા એક પર એક ફ્રી જેવી ચાલતી હોય છે. કંપનીઓ તેમનો બિઝનેસ વધારવા માટે ગ્રાહકોને આવી લાલચ આપે છે, જેની પર સરકારની નજર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રાલયે ટૂંક સમયમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે કંપનીઓ સાથે બેઠક કરશે. તમને જણાવી દઈએ કે મફત અથવા ડિસ્કાઉન્ટેડ ઓફરનો દાવો ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે ITC ક્લેમ કરે છે. સરકાર હવે ITC સાથે GST પણ વસુલવા ઈચ્છે છે. ITC હોવા છતા GST વા મળવા પર સરકારને નુકસાન થઈ રહ્યું છે.

જો ડિસ્કાઉન્ટ અથવા ઓફર પર GST લાદવામાં આવશે તો તેનું સૌથી મોટું નુકસાન લોકોનું થશે કારણ કે જો આ જોગવાઈ લાગુ થાય છે, તો કંપનીઓ આ પ્રકારની ઓફર આપવાનું ટાળશે અથવા આપણાથી GST વસૂલ કરશે. આ ઓફર હેઠળ કોઈપણ વસ્તુની ખરીદી કરવું ખર્ચાળ બનશે.

CGST એક્ટની કલમ 17-5-એચ માં મફત નમૂનાની જોગવાઇ છે, ભેટ પર ITC લાગતું નથી. સરકારે આ સંદર્ભે કંપનીઓને દરખાસ્ત મોકલશે, જે એક મફત નમૂનો અથવા ભેટ પર ITC મળે કાતો GSTની જોગવાઈ કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter