એશિયન મેરાથોન ચેમ્પિયનશિપમાં ગોપીએ જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન મેરાથોન ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે કરીને ગોપી થોનાકલ આ પ્રતિષ્ઠિત હરિફાઇમાં  ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય પુરુષ બન્યા છે.ગોપીએ બે કલાક 15 મીનિટ અને 48 સેકેન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉઝ્બેકિસ્તાનના આંદ્રે પેત્રોવે બે કલાક 15 મીનિટ અને 51 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે.

મંગોલીયાના બ્યમબાલેવ સીવેનરાવદાન બે કલાક 16 મીનિટ અને 14 સેકેન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યાં. એશિયાઇ મેરાથોન ચેમ્પિયનશીપની અલગથી રચના કરવામાં આવ્યા બાદ આ ખિતાબ જીતનાર ગોપી પહેલાં ભારતીય પુરુષ છે. અગાઉ જ્યારે આ હરિફાઇ દર બે વર્ષે આયોજાતી એશિયાઇ ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશીપનો હિસ્સો હતી ત્યારે આશા અગ્રવાલે મહિલા ખિતાબ જીત્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter