Google આપી રહ્યું છે મશીનોને ટ્રેનિંગ, જે દર્દીઓના મોતની કરશે ભવિષ્યવાણી

ટેકનોલોજી આપણા જીવનનું એક અભિન્ન અંગ બજની ગઇ છે તેવામાં આપણા જીવનમાં તેનો હસ્તક્ષેપ પણ વધી રહ્યો છે. હવે જાણવા મળી રહ્યું છે કે ટેક દિગ્ગજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવી સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે જે દર્દીઓની મોતની ભવિષ્યવાણી કરી શકશે. એટલે કે આ સિસ્ટમ દ્વારા જાણી શકાશે કે દર્દીના જીવંત રહેવાની કેટલી શક્યતા છે અને તેનું મૃત્યુ ક્યારે થઇ શકે છે.

ગૂગલે તાજેતરમાં જ એક એવુ ટૂલ ડેવલપ કર્યુ છે જે પહેલા દર્દીની બિમારીનો અભ્યાસ કરશે અને તેના આધારે જણાવશે કે તેના જીવંત રહેવાની કેટલી શક્યતા છે. આ ટૂલનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. બ્રેસ્ટ કેન્સરથી પિડિત એક મહિલા હૉસ્પિટલ પહોંચી હતી અને ત્યાં સુધીમાં ફ્લૂઇડ્સ તેના ફેફસામાં ભરાવા લાગ્યુ હતું. બે ડૉક્ટરોએ તે મહિલાનું રેડિયોલોજી સ્કેન કર્યુ અને હોસ્પિટલના કમ્પ્યુટર્સે જણાવ્યું કે 9.3 ટકા સુધીની મહિલાની મોત થવાની શક્યતા છે. તે પછી ગૂગલના નવા પ્રકારના એલ્ગોરિધમે મહિલાના આશરે 1,75,639 પૉઇન્ટ્સનો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે મહિલાનું મોત થવાની શક્યતા 19.9 ટકા સુધી છે. તેના થોડા દિવસ બાદ મહિલાનું મોત નિપજ્યું હતુ. આ જોઇને મેડિકલ જગત ચોંકી ઉઠ્યું છે. ગૂગલ તે આંકડાઓ સુધી પહોંચી શક્યું કે ઘણાં જૂના હતા જેના સુધી નિષ્ણાતો પણ પહોંચી શક્યાં ન હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter