ગુગલે લોન્ચ કર્યુ ડેસ્કટોપ માટે એન્ડ્રોઈડ મેસેજ એપ, કમ્પ્યુટરથી મોકલાશે મેસેજ…..

ગુગલે એક લાંબા સમય બાદ આખરે એન્ડ્રોઈડ મેસેજ એપનું ડેસ્કટોપ વર્ઝન લોન્ચ કરી દીધું છે. હવે તમે તમારા કોમ્પ્યુર અને લેપટોપથી પણ લોકોને મેસેજ કરી શકશો અને તેમના દ્વાર મોકલાયા મેસેજને પ્રાપ્ત કરી શકશો. એન્ડ્રોઈડ મેસેન્જરના ડેસ્કટોપ વર્જનની જાણકારી ગૂગલે પોતાના બ્લોગ મારફતે આપી છે.

ગૂગલે પોતાના બ્લોગમાં કહ્યું છે કે આ વર્ઝન ટુંક સમયમાં દરેક માટે જાહેર કરી દેવામાં આવશે, હમણા આ ફીચર કેટલાક યુઝર્સોનેજ મળી રહી છે. ડેસ્કટોપ વર્ઝન પર પણ તમને સ્ટીકર્સ, ફોટો, ઈમોજી વગેરેનો સપોર્ટ એ પ્રકારે મળશે જેમ કે મોબાઈલ એપમાં મળી રહ્યું છે.

જો તમે પણ ડેસ્કટોપ પર મેસેન્જર વાપરવા માંગો છો તો સૌથી પહેલા પોતાના એન્ડ્રોઈડ મેસેજના એપને અપડેટ કરો અને ત્યાર બાદ https://messages.android.com/ પર જાઓ. હવે તમને ક્યુઆર કોડ સ્કેન કરવાનો વિકલ્પ મળશે. કોડ સ્કેન કર્યા બાદ એન્ડ્રોઈડ મેસેજ એપના મેનુ બારમાં જાઓ અને પછી મોર વિકલ્પ પર ક્લિક કરીને મેસેજ ફોર વેબ પર ક્લિક કરો કોડને સ્કેન કરો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter