Whatsapp-Facebook ને ટક્કર આપશે ગુગલની આ નવી App

તમારી રોજિંદી જરુરીયાતોની એવી માહિતી જેવી કે ઘર કામ માટે નોકર, દુધ વાળાભાઈ કે જેની માહિતી ઈંટરનેટ પર નથી? તે ક્યાંથી મળશે? અફકોર્સ તમારી આજુ બાજુનાં મિત્રો, પાડોશીઓ પાસેથી બસ આ જ કંસેપ્ટ પર બની છે ગુગલની નવી એપ નેઈબરલી.

આ એપ્લિકેશનમાં તમને મળશે એવી વસ્તુઓની માહિતી જે તમારા રોજ બરોજનાં જીવનમાં ખુબ જ ઉપયોગી છે. ગુગલે એ માટે નેઈબરલી એપ મે 2018માં તેનાં નેક્સ્ટ વન બિલિયન પ્રોજેક્ટ હેઠળ લોંચ કરી છે. હાલ જેનું પાઈલોટ પ્રોજેક્ટ મુંબઈમાં ચાલી રહ્યો છે. તો તમને થશે વળી એ કેવી રીતે? આ અપ્લિકેશન અંતર્ગત યુઝર્સ પોતાનાં લોકલ એરિયાની ચાવીરુપ માહિતી મેળવી શકે છે.

એક વખત પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કર્યા પછી તેની ટર્મ્સ એંડ કંડિશન પર સહમત થવું પડે છે જેમાં તમારું લોકેશન જી.પી.એસ. દ્વારા ટ્રેક થાય છે. જેનાંથી તે લોકાલિટીમાં રહેતાં લોકો સાથે તમે કનેક્ટ થાઓ છો. બસ, ત્યારબાદ તમારે તમારી જરુરિયાત પ્રમાણે ઈંક્વાયારી કરવાની. તમે ઈંકવાયરી વોઈસ મેસેજ દ્વારા પણ કરી શકો છો અને ટાઈપ પણ કરી શકો છો. તમારી લોકાલિટીમાં રહેતો વ્યક્તિ આ બાબતથી અવગત હશે. તો તેનો ઉત્તર આપશે. જેમાં તમે પણ કોઈ વસ્તુ અંગે જાણતાં હો તો તમારી લોકાલિટીને તે અંગે જાગૃત કરી શકશો. તેમજ આ એપ્લિકેશનમાં યુઝર્સ સેફટીની પણ પુરતી તકેદારી રાખવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter