ગુગલ ક્રોમના એન્ડ્રોઈડ એપમાં આવ્યુ અપડેટ, હવે ઓફલાઈન પણ વાંચી શકશે આર્ટિકલ

ગૂગલ ક્રોમનું એન્ડ્રોઈડ મોબાઈલ માટે એપડેટ જાહેર થયું છે. એન્ડ્રોઈડ યૂઝર્સ હવે ક્રોમ મારફતે ઓનલાઈન કન્ટેન્ટ વાંચી શકશે. હકીકતમાં એપના નવા અપડેટ બાદ નેટવર્ક હોવા પર કન્ટેન્ટને જાતેજ ડાફનલોડ કરી લેશે જ્યાર બાજ નેટવર્ક જવા પર પણ તમે સરળતાથી ઓનલાઈન કન્ટેન્ટ વાંચી શકશો.

ક્રોમના નવા અપડેટને લઈ ગુગલે કહ્યુ છે કે જ્યારે પણ તમે કોઈ નેટવર્કથી જોડાઓ તો તમારા લોકેશન અને તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રીના આધારે ગૂગલ ક્રોમ કન્ટેન્ટને ડાઉનલોડ કરી લેશે. ત્યાર બાદ તમે ઈન્ટરનેટ કનેક્શન ન હોવા પર પણ ઓફલાઈન કન્ટેન્ટ અને આર્ટિકલ વાંચી શકશો.

જો તમે પણ ગુગલ ક્રોમ વાપરો છો તો ડાઉનલોડેડ કન્ટેન્ટ તમને ક્રોમ એપના ડાઉનલોડ સેક્શનમાં મળશે. ડાઉનલોડ સેક્શનમાં તમે એપની જમણી બાજુ અને દેખાઈ રહેલા ત્રણ ડોટ પર ક્લિક કરીને જઈ શકો છો.

ડિસેમ્બર 2016માં ગુગલ ક્રોમે એન્ડ્રોઈડ એપ માટે ઓનલાઈન મોડ જાહેર કર્યો હતો, જો કે અત્યાર સુધી તમારે જાતેજ કોઈ કન્ટેન્ટને કે વેબપેજને ડાઉનલોડ કરવુ પડતુ હતું પરંતુ હવે આ કામ એપ જાતે જ કરી શકશો.

ગુગલે થોડાક સમય પહેલા એન્ડ્રોઈડ મેસેજનું વેબ વર્ઝન જાહેર કર્યું હતુ. તે પછી તમે એન્ડ્રોઈડ મેસેજને ડેસ્કટોપ અને લેપટોપ પર પણ ઉપયોગ કરી શકશો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter