ખેડૂતો લાપસીના આંધણ મૂકો : ચોમાસું ટનાટન રહેશે

હવામાન વિભાગે સતત ત્રીજા વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના દર્શાવી છે. ચાલુ વર્ષે ચોમાસાને નુકસાન પહોંચાડનારા અલ-નીનો ખતરો ઓછો થઇ ગયો છે. ચોમાસા પહેલા અલ-નીનો સ્થિતિ ન્યૂટ્રલ થઇ ગઇ છે. જેથી દેશમાં સારી માત્રામાં વરસાદની આશા છે.

દેશમાં 2016 અને 2017માં ચોમાસુ સામાન્ય રહ્યું હતુ. પરંતુ 2014 અને 2015માં ચોમાસુ નબળુ રહેવાથી દુષ્કાળનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે સામાન્ય વરસાદ વરસશે તો દેશમાં ખેતીનું ચિત્ર સારૂ રહેશે. સાથે અર્થતંત્ર પર તેની સીધી અને સકારાત્મક અસર જોવા મળશે.

CRICKET.GSTV.IN

હવામાન વિભાગે જણાવ્યું છે કે ચાલુ વર્ષે ચોમાસાને નડતરરૂપ બનનારા અલ-નીનોનો ખતરો ઘણો ઓછો છે.  હવામાન વિભાગના લાંબાગાળાના પૂર્વાનુમાન મુજબ ગત વર્ષે પેસીફિક સમુદ્રમાં લા-નીનાની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. જે ચાલુ વર્ષેની શરૂઆતમાં નબળી પડી ગઇ. અને હાલના સમયમાં તે નબળા લા-નીના સ્થિતિમાં પરિવર્તિત થઇ ગઇ. એમએમસીએફએસ તથા અન્ય ગ્લોબલ મોડલના પૂર્વાનુમાન મુજબ ચોમાસાની સીઝનની શરૂઆતમાં પૂર્વ પેસીફિક મહાસાગર ઉપર સ્થિતિ ન્યૂટ્રલ એન્સો એટલે કે ઇએનએસઓમાં બદલી જશે. હાલના સમયમાં હિંદ મહાસાગરમાં ન્યૂટ્રલ ઇન્ડિયન ઓસિયન ડીપોલ એટલે કે આઇઓડીની સ્થિતિ બનેલી છે.

હાલમાં ભારતીય હવામાન વિભાગ પેસીફિક મહાસાગર અને હિંદ મહાસાગરમાં સમુદ્રની સપાટીની સ્થિતિઓનું સાવધાનીપૂર્વક મોનિટરીંગ કરી રહ્યું છે. મે મહિના ઉપરાંત હવામાન વિભાગ જુલાઇ અને ઓગષ્ટ મહિનામાં ચોમાસા અંગે પોતાનો સમિક્ષા રિપોર્ટ જાહેર કરશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter