Movie Review: ‘ગોલમાલ અગેઈન’

રોહિત શેટ્ટીની ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ગોલમાલ અગેઈન’ રીલિઝ થઈ ચૂકી છે. ‘ગોલમાલ’ સીરિઝની આ ચોથી ફિલ્મ છે. જોકે, ત્રણ ફિલ્મ્સ કરતાં આ વધુ કોમેડી છે.

સ્ટોરી:

ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ની સ્ટોરી શરૂ થાય છે ગોપાલ (અજય દેવગન), માધવ (અરશદ વારસી), લકી (તુષાર કપૂર), લક્ષ્મણ પ્રસાદ (શ્રેયસ તલપદે) અને લક્ષ્મણ (કુનાલ ખેમુ) બાળપણથી જ એક અનાથાશ્રમમાં સાથે રહે છે. ગોપાલને બાળપણથી ભૂતોથી ડર લાગે છે, જેનો ફાયદો માધવ, લકી અને લક્ષ્મણ હંમેશા ઉઠાવે છે, એક દિવસ તેઓ આશ્રમ છોડી દે છે, પરંતુ 25 વર્ષ બાદ તેઓ આશ્રમ પાછા આવે છે, ત્યારે તેમની મુલાકાત લાઇબ્રેરિયન એના (તબ્બુ)ની સાથે થાય છે, જે પછી તેમની બીજી ઘણી વાતની ખબર પડે છે અને સાથે જ ખબર પડે છે કે તેઓ જે ઘરમાં રહી ચૂક્યા છે ત્યાં ભૂત રહે છે, તે પછી સ્ટોરીમાં વધારે ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે. પાંચે મિત્રો કેવી રીતે ભૂતની ચુંગાલમાંથી બચે છે, તે તમામ સવાલોના જવાબ માટે તો થિયેટર સુધી લાંબા થવું પડશે.

ડિરેક્શનઃ

રોહિત શેટ્ટીએ પોતાના જાણીતા અંદાજમાં ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. મોટા-મોટા કલરફૂલ સેટ્સ જોઈને ખ્યાલ આવે છે કે ફિલ્મનું શૂટિંગ ગ્રાન્ડ રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મના વન લાઈનર્સ તથા પંચ કમાલના છે. એક્શન પણ જોરદાર છે. જોકે, ગીતોને કારણે ફિલ્મની સ્પીડ ઘટી જાય છે. ગીતો નાના કરી શકાયા હોત.

એક્ટિંગ:

અજય દેવગન, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કુનાલ ખેમુ ફરી એક વખત શાનદાર એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે, તેમની કોમિક ટાઇમિંગ મજાની છે. આ સિવાય તબ્બુ અને પરિણીતી ચોપરાની એન્ટ્રી સરપ્રાઈઝ કરે છે. વિલેનના રોલમાં નીલ નિતિન મુકેશ સારું કામ કર્યુ છે. જ્યારે પ્રકાશ રાજ, જોની લીવર, સંજય મિશ્રા અને મુકેશ તિવારી પણ હસાવવામાં સફળ થયા છે.

મ્યૂઝિક:

ફિલ્મનું મ્યૂઝિક ઠીક-ઠાક છે. ફિલ્મમાં એવું કોઇ સોંગ નથી જે લાંબા સમય સુધી યાદ રહે. પરંતુ ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર કમાલનો છે.

ફિલ્મ જોવી કે નહી:

ફિલ્મની ટેગલાઈન જ છે, ‘લોજિક નહીં માત્ર મેજિક’ એટલે કે તમારે ફિલ્મ જોતી વખતે મગજનો ઉપયોગ કરવાનો નથી. ફેસ્ટિવલ માહોલમાં પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage